Ahmedabad News: અમદાવાદમાં રેલ્વે એન્જિનિયરે (Railway Engineer) ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આપઘાત કર્યો છે. આપઘાતના લાઇવ સીસીટીવી ફૂટેજ આવ્યા છે. આત્મહત્યા કરનાર રેલ્વેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. તેણે જામનગર હમસફર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.
54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. અને મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી.
શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. ત્યારે આજરોજ સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. ત્યારે આ દરમિયાન ઉપસ્થિત લોકો પણ હચમચી ગયા હતા. ફાટક પાસે વાહનચાલકો ઉભા હતા ત્યારે જ અશ્વિન રાઠો ફાટક પાસે આગળ આવ્યા અને ટ્રેનની સામે જ સૂઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી.
હવે તેમણે આત્મહત્યા શા માટે કરી તેની પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ પાછળ પારિવારિક વિવાદ છે કે કોઈ નોકરીમાં તકલીફ છે તેની પાછળના કારણોની તપાસ પોલીસે આરંભી છે. આ માટે પોલીસે મૃતકનો સેલફોન કબ્જામાં લીધો છે.
આ પણ વાંચો: અમદાવાદની ફ્લોરેસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલક નરેશ પટેલની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા
આ પણ વાંચો: અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર
આ પણ વાંચો: અમદાવાદનો રિવરફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ, 700થી વધુની આત્મહત્યા
