Ahmedabad News/ અમદાવાદનો રિવરફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ, 700થી વધુની આત્મહત્યા

અમદાવાદનો રિવરફ્રન્ટ શહેરીજનો માટે પ્રિય સ્થળ છે. તે પ્રેમ કરનારાઓ માટે તો પ્રિય સ્થળ છે જ, પરંતુ પ્રેમભંગ થનારાઓ માટે આત્મહત્યાનું પણ કેન્દ્ર છે. રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી છેલ્લા પાંચ વર્ષમાં 700થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. લોકો આત્મહત્યા કરવા માટે મોટાભાગે સરદાર બ્રિજ પાસે નિર્જન સ્થળ પસંદ કરી રહ્યા છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદનો રિવરફ્રન્ટ શહેરીજનો માટે પ્રિય સ્થળ છે. તે પ્રેમ કરનારાઓ માટે તો પ્રિય સ્થળ છે જ, પરંતુ પ્રેમભંગ થનારાઓ માટે આત્મહત્યાનું પણ કેન્દ્ર છે. રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી છેલ્લા પાંચ વર્ષમાં 700થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. લોકો આત્મહત્યા કરવા માટે મોટાભાગે સરદાર બ્રિજ પાસે નિર્જન સ્થળ પસંદ કરી રહ્યા છે.

વર્ષ 2020માં જ 142થી વધુ લોકોએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. જ્યારે આ વર્ષના આઠ મહિનામાં 120થી વધુ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આંબેડકર બ્રિજ અને એલિસબ્રિજ પણ સુસાઈડ પોઈન્ટ બની ગયા હતા. તેથી હવે લોકો પુલ પરથી આત્મહત્યા ન કરે તે માટે જાળીઓ નાખવામાં આવી તો લોકો રિવરફ્રન્ટ પર ઉતરી જઈને આત્મહત્યા કરી રહ્યા છે.

સાબરમતી નદીમાં દર મહિને સરેરાશ 20 લોકો આત્મહત્યા કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 700 લોકોએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું, જે આત્મહત્યાનું સ્થળ બની ગયું છે. તેમાંથી ફાયર રેસ્ક્યુ ટીમે 153 લોકોને જીવતા બચાવીને નવજીવન આપ્યું છે. આ ઘટનાઓને રોકવા માટે ઘરનું વાતાવરણ હળવું રાખવા અને જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જરૂરી માનવામાં આવે છે.

પાંચ વર્ષના આત્મહત્યાના આંકડા જોઈએ તો વર્ષ 2020માં 142 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 29 લોકોનો આબાદ બચાવ થયો હતો. વર્ષ 2021માં 179 લોકોને બચાવવામાં આવ્યા હતા અને 46 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વર્ષ 2022માં 211 લોકોના જીવ ગયા હતા અને 29 લોકોના જીવ બચ્યા હતા. અન્ય તમામ વર્ષની સરખામણીમાં 2023માં 205 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું અને 24 લોકોને બચાવી લેવાયા હતા. ઓગસ્ટ 2024 સુધીમાં 120 લોકોએ આત્મહત્યા કરી છે અને 25 લોકોને તેમાંથી બચાવી લેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોખડા મંદિરના સાધુની આત્મહત્યામાં કુટુંબના આગ્રહના લીધે વાત જાહેર કરાઈ ન હતીઃ મંદિર

આ પણ વાંચો: આત્મહત્યાનો દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધારે, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

આ પણ વાંચો: ભગવાનના શપથ લેવા છતાં ચારિત્ર્ય પર શંકા ‘ પતિના ત્રાસથી કંટાળી નવપરિણીત તબીબની આત્મહત્યા