US Attack on Merchant Ship 2026: મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા યુદ્ધ અને મહાતણાવની સીધી અને અત્યંત આકરી અસર હવે નિર્દોષ ભારતીય નાવિકો પર પડી રહી છે. ઓમાનના દરિયાકાંઠે (Strait of Hormuz નજીક) પલાઉના ધ્વજવાળા કોમર્શિયલ ઓઇલ ટેન્કર જહાજ ‘એમટી સેટેબેલો’ (MT Settebello) પર અમેરિકી સેના (US Military) દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં 2 ભારતીય નાવિકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે જહાજના ચીફ એન્જિનિયર હજુ પણ લાપતા છે.
આ ગંભીર ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ટોચના રાજદ્વારી (ચાર્જ ડી’અફેર્સ) જેસન મીક્સને તાત્કાલિક સમન્સ પાઠવીને (બોલાવીને) આ હુમલા સામે પોતાનો આકરો વિરોધ અને કડક શબ્દોમાં નિંદા નોંધાવી છે.
અસરગ્રસ્ત ખલાસીઓ કયા રાજ્યોના હતા?
ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) ના જનરલ સેક્રેટરી મનોજ યાદવ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, હુમલાનો ભોગ બનેલા ત્રણેય પ્રભાવિત ભારતીય ક્રૂ મેમ્બર્સ (જેમાં બે મૃતકો અને એક લાપતા ચીફ એન્જિનિયર સામેલ છે) ભારતના નીચે મુજબના વિવિધ રાજ્યોના વતની હતા:
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)
દેવરિયા, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)
Our statement on the attack on a commercial vessel off the coast of Oman ⬇️https://t.co/w405oJsHmZ pic.twitter.com/m0U3U81hQn
— Randhir Jaiswal (@MEAIndia) June 10, 2026
અમેરિકાએ કેમ કર્યો Ship પર હુમલો? સેન્ટકોમનો દાવો
અમેરિકન મિલિટરીની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર નિવેદન જારી કરીને આ હુમલાની પુષ્ટિ કરી છે. યુએસ આર્મીના જણાવ્યા અનુસાર, ઈરાન પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ પ્રતિબંધો (Blockade) નું ઉલ્લંઘન કરીને આ ઓઈલ ટેન્કર ઈરાનથી તેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમેરિકી વાયુસેનાના વિમાનો દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં જ્યારે જહાજના(Ship) ચાલકોએ આદેશોનું પાલન ન કર્યું, ત્યારે યુએસ ફાઈટર જેટ દ્વારા જહાજના એન્જિન રૂમને (Engine Room) નિશાન બનાવીને સચોટ મિસાઈલ દાગવામાં આવી હતી, જેના કારણે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
We have learnt of an incident involving a vessel off Shinas port of Oman, earlier today . We are closely monitoring the situation and coordinating with the local authorities for further details.
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) June 11, 2026
24 માંથી 21 ભારતીયોને બચાવી લેવાયા
જહાજ (Ship)પર કુલ 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી ઓમાનના પોર્ટ ઓફ સોહાર (Sohar) નજીક ઓમાની નૌસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંકલનથી 21 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ પૂર્વે આ જ અઠવાડિયે ‘મારિવેક્સ’ (MT Marivex) નામના અન્ય એક જહાજ પર પણ આવો જ અમેરિકી હુમલો થયો હતો, જેમાં સવાર તમામ 24 ભારતીયોને ઓમાની સેનાએ બચાવ્યા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કોમર્શિયલ જહાજોને(Ship) નિશાન બનાવવાની આ પ્રવૃત્તિ અત્યંત ચિંતાજનક છે અને તે તાત્કાલિક બંધ થવી જોઈએ. મસ્કાટ સ્થિત ભારતીય દૂતાવાસ લાપતા ચીફ એન્જિનિયરની શોધખોળ માટે સતત રેસ્કયૂ ઓપરેશન ચલાવી રહ્યું છે.
