Not Set/ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, છતા હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે હવે તેમના આરોગ્યને લઇને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. ગઈકાલે બપોરે અમિત શાહનો કોરોનાનો ટેસ્ટ કરવામા આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. જો […]

India

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે હવે તેમના આરોગ્યને લઇને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે.

ગઈકાલે બપોરે અમિત શાહનો કોરોનાનો ટેસ્ટ કરવામા આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. જો કે હજુ પણ શાહ હોસ્પિટલમાં રહેશે. એક કે બે દિવસમાં લેવાતા બીજા ટેસ્ટમાં જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ભાજપ નેતા મનોજ તિવારીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. મનોજ તિવારીએ ટ્વીટ કર્યું, “દેશનાં યશસ્વી ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ.”

આપને જણાવી દઈએ કે, 2 ઓગસ્ટે ખુદ અમિત શાહે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું, “કોરોનાનાં પ્રારંભિક લક્ષણો પર મે ટેસ્ટ કરાવ્યું છે અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે પણ ડોક્ટર્સની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. હું તમને બધાને વિનંતી કરું છું કે ભૂતકાળનાં દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવેલા છે, કૃપા કરીને તમે પોતાને અલગ કરી પોતાની તપાસ કરાવે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.