વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શહેરમાં સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ આ જીવલેણ વાયરસની ચપેટમાં અવી રહ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે. ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
જણાવીએ કે, વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
