Not Set/ અમદાવાદ : નારોલની ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં લાગી ભીષણ આગ, મુખ્ય બિલ્ડિંગ ધરાશાયી

અમદાવાદમાં આવેલ નારોલની ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે તેની મુખ્ય બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. આ આગ મોડી રાત્રે લાગી હતી, જેના પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી. અંદાજે 10 જેટલી ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ છે, જે આગ પર કાબુ મેળવવાનો પુરો પ્રયત્ન કરી રહી છે. નારોલની આરનવ ગોપી […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં આવેલ નારોલની ગોપી ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે તેની મુખ્ય બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. આ આગ મોડી રાત્રે લાગી હતી, જેના પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી. અંદાજે 10 જેટલી ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ છે, જે આગ પર કાબુ મેળવવાનો પુરો પ્રયત્ન કરી રહી છે.

નારોલની આરનવ ગોપી ફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી, જે હાલમાં પણ યથાવત છે. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોચી આગ પર કાબુ મેળવવાનો પુરો પ્રયત્ન કરી રહી છે. આગ એટલી ભયાનક છે કે તેને શાંત કરવામાં ફાયર ફાઇટરની ટીમને ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. આગનાં પ્રેસરથી ફેક્ટરીની મુખ્ય દીવાલ પણ ધરાશાયી થઇ છે. પ્રાથમિક તબક્કે આ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

નારોલમાં આવેલ આરનવ ગોપી ફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝમાં રો મટીરીયલ અને તૈયાર મટીરીયલ પણ બનાવવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાના કારણે અહી મોટુ નુકસાન થયુ છે. જો કે તેનો ચોક્કસ આંકડો તો પછી સામે આવશે પરંતુ હાલમાં અહી સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. સુત્રો જણાવી રહ્યા છે કે આ આગ મોડી રાત્રે લાગી હતી તેમ છતા હજુ સુધી તેને શાંત કરાઇ શકાઇ નથી, જે પરથી આગ કેટલી ભયાનક સ્વરૂપ લઇ રહી છે તેનો અંદાજો લગાવી શકાય છે. જો કે આ સમગ્ર દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનુ હજુ સુધી સામે આવ્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.