ગઢડા/ આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા હાજર

ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી એ હાજરી આપી હતી.

Gujarat Others
આંતરરાષ્ટ્રીય વચનામૃત

ગઢડામાં આવેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ગોપીનાથજી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહોત્સવ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી અને અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા વડતાલ ગાદિના આચાર્ય રાકેશપ્રસાદ અને ગઢડા મંદિરના સંતોએ રાજયપાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું આચાર્ય દેવવ્રત જણાવ્યું હતું કે ,હું આજે બહુજ ખુશ છું કે જે ધરતી પર હુ આવ્યો છું એ ધરતી પર શ્રી સ્વામીનારાયણ ભગવાન ૨૯ વર્ષ રહ્યા અને પોતાની કર્મ ભૂમી બનાવી અને  સ્વામીનારાયણ સંપ્રદાયનુ મહાન ગ્રંથ વચનામૃતૃનું નિર્માણ કર્યું જેથી આ ધરતી પવિત્ર છે

ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી એ હાજરી આપી હતી.વડતાલ ગાદિના આચાર્ય રાકેશપ્રસાદજી અને ગઢડા મંદિરના સંતોએ રાજયપાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણ કે જે પોતે ૨૯ વર્ષ રહીને પોતાની કર્મ ભૂમી બનાવી અને  સ્વામીનારાયણ સંપ્રદાયનુ મુખ્ય તીર્થ ધામ એવા બોટાદ જિલ્લાના ગઢડા મા ગોપીનાથજી મંદિર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહામહોત્સવ નો ગઈકાલથી લક્ષ્મીવાડી ખાતે પ્રારંભ થયો છે જે ૪ નવેમ્બર એટલે કે ૯ દિવસ સુધી આ મહોત્સવ ચાલનાર છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સવારે ૧૦. ૩૦ કલાકે ગઢડામા આગમન કરતા હેલીપેડ પર સંતો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ રાજયપાલે ગોપીનાથજી મંદિરે દર્શન કરી મહોત્સવમાં ભાગ લીધો હતો. ગઢડાના લક્ષ્મીવાડી ખાતે ચાલતો આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહામહોત્સવમા વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદજી મહારજ અને સંતોએ રાજયપાલ નું ભવ્ય સ્વાગત કર્યું હતું.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સભામાં પોતાનું ઉદબોધન કરતા તેઓએ તમામને જય શ્રી સ્વામિનારાયણ કહીને પ્રવચન શરૂ કર્યુ હતું.  હું આજે બહુજ ખુશ છું કે જે ધરતી પર હુ આવ્યો છું એ ધરતી પર શ્રી સ્વામીનારાયણ ભગવાન ૨૯ વર્ષ રહ્યા અને પોતાની કર્મ ભૂમી બનાવી અને સ્વામીનારાયણ સંપ્રદાયનુ મહાન ગ્રંથ વચનામૃત નું નિર્માણ કર્યું જેથી આ ધરતી પવિત્ર છે અને ગુજરાત મહાન છે કારણ કુષણ ભગવાને પણ ગુજરાત પસંદ કર્યુ અને દ્વારકા વસાવીયુ છે એટલે ગુજરાત ની ભૂમી મહાન છે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રવચન મા જણાવ્યું હતું.

આ પણ વાંચો:ચીનમાં ફરી ફેલાયો કોરોના! શંઘાઈના યાંગપુ જિલ્લામાં સામૂહિક કોવિડ તપાસના આદેશ

આ પણ વાંચો:પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે!

આ પણ વાંચો:ફરી ‘ગૂમ’ થયા બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હા, આસનસોલમાં લગાવવામાં આવ્યા પોસ્ટર, જાણો શું છે મામલો