Not Set/ ખોટા કામ કર્યા છે તેમની વિરુદ્ધ કડક કાયર્વાહી થશે, PNBના ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથી: MD સુનીલ મહેતા

શેરબજાર બીએસઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. પંજાબ નેશનલ બેંકે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે. બેંકના એમડી સુનીલ મહેતાએ કહ્યું હતું કે, નિરવ મોદી પૈસા પરત કરવા માંગતા હતાં પરંતુ પ્રોપર પ્લાન નહોતો. સુનીલ મહેતાએ કહ્યું હતું કે, અમે 133 વર્ષ જુના સંગઠન […]

Top Stories

શેરબજાર બીએસઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. પંજાબ નેશનલ બેંકે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે. બેંકના એમડી સુનીલ મહેતાએ કહ્યું હતું કે, નિરવ મોદી પૈસા પરત કરવા માંગતા હતાં પરંતુ પ્રોપર પ્લાન નહોતો.

સુનીલ મહેતાએ કહ્યું હતું કે, અમે 133 વર્ષ જુના સંગઠન છીએ અને આટલા વર્ષોમાં અમે લોકોએ ઘણાં બધા ઉતાર ચઢાવને જોયા છે. એમડી સુનીલ મહેતાએ કહ્યું કે, અમે બીજી સૌથી મોટી નેશનલાઈડ્ઝ બેંક છીએ.

સુનીલ કુમારે આગળ કહ્યું કે, અમે જે લોકોએ ખોટા કામો કર્યા છે તે લોકો વિરુદ્ધ જરૂરથી કડક કાર્યવાહી કરીશું. અમે લોકો આમાં મીડિયાનો સહયોગ ઈચ્છીએ છીએ.

આ ફ્રોડ ટ્રાન્જેકશન બેંકમાં ખાતું ધરાવતા કેટલાક ખાસ વ્યક્તિઓની સહમતી બાદ કરવામાં આવ્યા છે અને તેનું મુખ્ય કારણ કેટલાક લોકોને ફાયદો પહોચાડવાનો હતો. બુધવારે થયેલા આ ખુલાસા પછી જાંચ એજન્સીઓ એક્શનમાં આવો ગઈ હતી. આ ઘટનાની સમગ્ર માહિતી અમે લોકો SEBIને આપવામાં આવશે.

સુનીલ મહેતાએ જણાવ્યું હતું કે, બેંક પાસે પુરતી ક્ષમતા છે કે આ મુશ્કેલી ભરી પરીસ્થિતિને અમે પહોંચી વળવા માટે સક્ષમ છીએ. અને અમારા ગ્રાહકોએ આ વિશે ચિંતા કરવાની જરૂરત નથી.

બેંકનો આરોપ છે કે નિરવ, અને તેનો ભાઈ વિશાલ, અને તેમની પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંક અધિકારીયો સાથે મળીને આ ફ્રોડ ટ્રાન્જેકશનનું કૌભાંડ આચર્યું છે અને ખોટા વ્યવહારોને દર્શાવ્યા છે.