ઉત્તર પ્રદેશમાં રવિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રવિવારે રાત્રે બરેલી-નૈનીતાલ હાઈવે પર થયેલા આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. બરેલીના SSP સુશીલ ચંદ્રભાને એક બાળક સહિત 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
રોડ દુર્ઘટનામાં અંગે માહિતી આપતાં બરેલીના એસએસપી સુશીલ ચંદ્રભાને જણાવ્યું કે, ભોજીપુરા પાસે હાઈવે પર એક કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી, જે બાદ કારમાં આગ લાગી ગઈ હતી. એક બાળક સહિત 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ રોડ અકસ્માત બરેલીના ભોજીપુરા વિસ્તારમાં થયો હતો. અહીં પોલીસ સ્ટેશનથી થોડે દૂર ડમ્પરને ટક્કર મારતાં કારમાં આગ લાગી હતી. કાર સવારો લગ્ન સરઘસમાંથી આવી રહ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 8 લગ્નના મહેમાનોના મોત થયા છે. કારમાં આગ લાગવાની માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આ પછી, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: