- ડિવોર્સી મહિલાને અપશબ્દો ભર્યા મેસેજ મોકલાયા
- આશિષ ગોધવાણી દ્વારા બિભત્સ મેસેજો મોકલાયા
- ઈન્સ્ટાગ્રામ રિકવેસ્ટને મહિલા દ્વારા રિજેક્ટ કરાઈ
- યુવકે બદલો લેવા કર્યું આ કૃત્ય
અમદાવાદથી વધુ એક અજીબ ઘટના સામે આવી છે જેમાં આશિષ ગોધવાણી નામના યુવક દ્વારા એક ડિવોર્સી મહિલાને અપશબ્દો વાળા મેસેજો મોકલાવ્યા હતા. જો કે આ ઘટનાની શરૂઆત આશિષ ગોધવાણી દ્વારા મોકલેલ ઈન્સ્ટાગ્રામ રિકવેસ્ટને મહિલા દ્વારા રિજેક્ટ કરાતા યુવકે બદલો લેવા ફેક એકાઉન્ટ બનાવી અપશબ્દો ભર્યા મેસેજો કર્યા હતા.આ સમગ્ર મામલે યુવતી દ્વારા ફરિયાદ નોંધાતા આશિષની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પુછપરછ કરતા સામે આવ્યુ છે કે તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગનુ કામ કરે છે. પરંતુ સમય પસાર કરવા માટે આ હરકત કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર મોકલેલી રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવુ કૃત્ય કર્યુ કે હવે આરોપી ને જેલ સળીયા ગણવાનો વખત આવ્યો છે. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપી નુ નામ આશિષ ગોધવાણી છે. જેણે ડિવોર્સી મહિલા ને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા.અને તે કરવા પાછળનુ કારણ માત્ર એટલુ હતું, કે યુવતી એ તેની રિકવેસ્ટ સ્વિકારી ન હતી. માટે આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતી ને બિભત્સ મેસેજ મોકલ્યા હતા. જેથી યુવતી એ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરવામા આવી છે.. આરોપી આશિષ ની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગ નુ કામ કરે છે. પરંતુ સમય પસાર કરવા માટે આ હરકત કરી છે..
સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી આશિષની પુછપરછ કરતા સામે આવ્યું કે નરોડાનો રહેવાસી છે અને તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગનુ કામ કરે છે. પરંતુ સમય પસાર કરવા માટે આ હરકત કરી હોવાનું કબૂલાત કરી છે.ત્યારે અન્ય કોઈ આવી રીતે મહિલાને પરેશાન કરવા મેસેજો કર્યા છે કે કેમ તે દિશામાં સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.બીજી બાજુ ચોક્કસ કોઈ કારણ સામે ન આવતા આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ભારતીય મહિલાઓની સેક્સ લાઈફ પર સરકારી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:શોપિયામાં એન્કાઉન્ટર દરમિયાન ગોળીબારમાં ઘાયલ નાગરિકનું સારવાર દરમિયાન મોત
