Gujarat/ પિતાના મૃતદેહ સામે જ સંતાનો જાહેરમાં બાખડયા, પોસ્ટમોર્ટમ રૂમ બહાર છુટાહાથની કરી મારામારી

સુરતની સિવિલ હોસ્પિટલમાં બે ભાઈઓ અંદરો અંદર બાખડી પડ્યા હતા. પિતાના મૃતદેહ ને લઈ બંને ભાઈઓ સિવિલ હોસ્પિટલ ના પોસ્ટમાર્ટમ રૂમની બહાર જાહેરમાં બાખડયા.

Top Stories Gujarat Surat

@ દિવ્યેશ પરમાર

સુરતની સિવિલ હોસ્પિટલમાં બે ભાઈઓ અંદરો અંદર બાખડી પડ્યા હતા. પિતાના મૃતદેહ ને લઈ બંને ભાઈઓ સિવિલ હોસ્પિટલ ના પોસ્ટમાર્ટમ રૂમની બહાર જાહેરમાં બાખડી પડ્યા હતા બંને ભાઈઓએ છુટા હાથની મારામારી કરી હતી પિતાના મૃતદેહને લઈ જવા મામલે બંને ભાઈઓ જગડી રહ્યા હતા.

કહેવાય છે ને કે બુઢાપામાં સંતાન જ માતા પિતા ને સાચવે છે. પરંતુ સુરતમાં પિતાને મોત બાદ મોતનો મલાજો પણ તેમના સંતાનો એ જાળવી ન રાખ્યો નેપાળી પરિવારના એક વૃદ્ધનું મોત થયું હતું ત્યારે લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તે દરમિયાન તેમનાથી જુદા રહેતા બે પુત્ર પણ આવ્યા હતા પિતાને જીવતા તો સાથે ના રાખી શક્યા પરંતુ મર્યા બાદ પણ બંને ભાઈઓએ જાહેરમાં મારામારી કરી હતી. પિતાના મૃતદેહને લઈ જવા બાબતે બંને ભાઈઓ જાહેરમાં જ બાખડી પડ્યા હતા. 200 જેટલા સમાજના લોકો વચ્ચે પણ બંને ભાઈઓ ઝઘડતા રહ્યા પરિવારના વડીલોએ બંને ભાઈઓને સમજાવી ઝઘડો શાંત કરાવી મૃતદેહને લઈ ગયા હતા મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલ ના પીએમ રૂમની પાસે જ પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં આ બંને ભાઈઓ જાહેરમાં જ છુટા હાથની મારામારી કરતા હતા પિતાના મોત બાદ મૃતદેહ છે તે કોના ઘરે લઈ જવા છે તે બાબતને લઈને ચર્ચા ચાલતી હતી એકાએક વાતચીત મારામારી સુધી પહોંચી ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન