Not Set/ દિલ્હીમાં ખાનગી ઓફિસો સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ, કર્મચારીઓ કરશે ઘરેથી જ કામ

દેશમાં ઝડપથી કોરોનાવાયરસ ફેલાતો જઇ રહ્યો છે. કહેવાય છે કે, હવે ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર અને દિલ્હીની છે, જ્યા કોરોનાનાં કેસમાં રોજ વૃદ્ધિ થઇ રહી છે.

Top Stories India
દિલ્હીમાં વર્ક ફ્રોમ હોમ
  • દિલ્હીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
  • દિલ્હીમાં કોરોનાના કેસ વધતા નિર્ણય
  • દિલ્હીમાં ખાનગી ઓફિસ બંધ કરવા આદેશ
  • કોરોનાના કેસ વધતા દિલ્હીના DDMAએ કર્યો આદેશ
  • દિલ્હીમાં તમામ બાર અને રેસ્ટોરેન્ટો બંધ

દેશમાં ઝડપથી કોરોનાવાયરસ ફેલાતો જઇ રહ્યો છે. કહેવાય છે કે, હવે ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર અને દિલ્હીની છે, જ્યા કોરોનાનાં કેસમાં રોજ વૃદ્ધિ થઇ રહી છે. જો કે દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોનાનાં વધતા સંકટને ધ્યાનમાં રાખીને કડકાઈ વધારી દીધી છે.

આ પણ વાંચો – Covid-19 / દુનિયામાં કોરોનાનો આંક પહોંચ્યો 30.99 કરોડથી વધુ, સૌથી વધુ પ્રભાવિત અમેરિકા

મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખતા હવે દિલ્હીની તમામ ખાનગી ઓફિસોને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓ ઘરે (Work from Home)થી કામ કરશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ આ આદેશ આપ્યો છે. અત્યારે ખાનગી ઓફિસો 50% ક્ષમતાથી ચાલતી હતી અને 50% સ્ટાફ ઓફિસે જતો હતો. DDMA એ પણ વધુ કડક નિયંત્રણો લાદ્યા છે. આ આદેશ હેઠળ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાંથી હોમ ડિલિવરી અને ફૂડ આઈટમ્સ લઈ જવાની સુવિધા ઉપલબ્ધ થશે. અત્યાર સુધી રેસ્ટોરન્ટ અને બાર પણ 50% ક્ષમતા સાથે ખુલ્લા હતા. ઓફિસોની વાત કરીએ તો, આ નિયમમાંથી મુક્તિ Exempted Category/Essential Services ની ખાનગી ઓફિસોને જ આપવામાં આવશે.

આ પણ વાંચો – બળજબરીથી ધર્મ પરિવર્તન / પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવાની ટકાવારીમાં વધારો,સગીર વયની છોકરીઓનો સમાવેશ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ 6.5% ઓછા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મંગળવારે દર્શાવે છે. આનાથી કુલ કેસ 3,58,75,790 નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 277 જેટલાં મૃત્યુ નોંધાયા છે, જેમાં કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 4,84,213 થઈ ગઈ છે.