Viral video/ જંગલોના રાજા સિંહ અને શ્વાન વચ્ચે થઇ દિલધડક ફાઈટ, જુઓ આ ખાસ વીડિયો

ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગીરમાં જંગલના રાજા સિંહ અને એક શ્વાનનો આમનો સામનો થયો હતો. જેમાં કૂતરો પૂરી તાકાતથી સિંહ સામે લડતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, એક સમય પછી સિંહ પીછેહટ કરવા મજબૂર થઈ જાય છે.

Gujarat Others
a 152 જંગલોના રાજા સિંહ અને શ્વાન વચ્ચે થઇ દિલધડક ફાઈટ, જુઓ આ ખાસ વીડિયો

જંગલમાં સિંહને રાજા કહેવામાં આવતો હોય છે અને જંગલોમાં વર્ષોથી સિંહનો દબદબો લોકો જોતા આવ્યા છે તો બીજી બાજુ કુતરાને લઈને કહેવાય છે કે, કુત્તા તો અપની ગલ્લી મેં ભી કુત્તા હોતા હૈ, પરંતુ ગીરના જંગલમાંથી એક વિડીયો સામે આવ્યો છે, તે જોઇને તમે પણ ચકિત થઇ જશો.

ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગીરમાં જંગલના રાજા સિંહ અને એક શ્વાનનો આમનો સામનો થયો હતો. જેમાં કૂતરો પૂરી તાકાતથી સિંહ સામે લડતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, એક સમય પછી સિંહ પીછેહટ કરવા મજબૂર થઈ જાય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, એક સિંહ જંગલમાં કૂતરાની પાછળ દોડતો જઈ રહ્યો છે. જેના પર શ્વાન હિંમતપૂર્વક સિંહનો સામનો કરે છે. થોડીવાર લડાઈ અટકે છે, તો સિંહ કૂતરા તરફ આગળ વધે છે. જો કે કૂતરુ ભસીને પલટવાર કરે છે.

આપને જણાવી દઈએ કે, સિંહોના ઘર કહેવાતા ગીરના જંગલમાં દર વર્ષે પ્રવાસ માટે દેશ-વિદેશના સહેલાણીઓ દરવર્ષે આવે છે. વન વિભાગ દ્વારા તેમને માટે જંગલ સફારીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દરમિયાન સહેલાણીઓને સિંહના દર્શનનો લાભ મળે છે. આ ક્ષણોને સહેલાણીઓ પોતાના કેમેરામાં કેદ કરવાનું નથી ભૂલતા. આ જ રીતે હાલનો વીડિયો આવા જ કોઈ સહેલાણી તરફથી વાયરલ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો