Not Set/ મહારાષ્ટ્રમાં બધુ જ છે બરાબર, રાજ્ય સરકાર પૂરો કરશે તેનો 5 વર્ષનો કાર્યકાળ : NCP

  મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય હલચલ ખૂબ જ ઝડપી બની છે, આવી સ્થિતિમાં, એવી અટકળો કરવામાં આવી રહી છે કે રાજ્યની મહાઅઘાડી સરકારમાં બધુ બરાબર નથી થઈ રહ્યું. દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સરકારનાં તમામ સાથી પક્ષો સાથે બેઠક યોજી હતી. બેઠક પછી, આજે એનસીપીનાં નેતા અને રાજ્ય સરકારમાં પ્રધાન નવાબ મલિકનું મોટું નિવેદન […]

India
f6e0ec4e13a0d5f8792bae81df249cbb 1 મહારાષ્ટ્રમાં બધુ જ છે બરાબર, રાજ્ય સરકાર પૂરો કરશે તેનો 5 વર્ષનો કાર્યકાળ : NCP
 

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય હલચલ ખૂબ જ ઝડપી બની છે, આવી સ્થિતિમાં, એવી અટકળો કરવામાં આવી રહી છે કે રાજ્યની મહાઅઘાડી સરકારમાં બધુ બરાબર નથી થઈ રહ્યું. દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સરકારનાં તમામ સાથી પક્ષો સાથે બેઠક યોજી હતી. બેઠક પછી, આજે એનસીપીનાં નેતા અને રાજ્ય સરકારમાં પ્રધાન નવાબ મલિકનું મોટું નિવેદન બહાર આવ્યું છે, તેમણે કહ્યું કે મહાઅઘાડી સરકારે તેના કાર્યકાળનાં છ મહિના પૂરા કર્યા છે, આ સરકાર સંપૂર્ણ સ્થિર અને મજબૂત છે, નિશ્ચિત રીતે, રાજ્ય સરકાર તેની 5 વર્ષની મુદત પૂર્ણ કરશે.

જણાવી દઈએ કે, શિવસેનાનાં નેતા ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરનાં રોજ રાજ્યનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. તેમની સાથે છ વધુ નેતાઓએ મંત્રી પદનાં શપથ લીધા હતા. એનસીપી, શિવસેના અને કોંગ્રેસનાં 2-2 ધારાસભ્યોએ પ્રધાન પદનાં શપથ લીધા હતા. જે બાદ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારની સ્થિરતા પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપે દાવો કર્યો હતો કે ત્રણેય પક્ષો વૈચારિક રીતે જુદા છે અને તેમનામાં વૈચારિક મતભેદો છે, એટલું જ નહીં ભાજપનાં કેટલાક નેતાઓએ કહ્યું હતું કે આ સરકાર થોડા દિવસો સુધી જ ચાલશે.

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, ભાજપ સતત વાતો કરે છે કે સરકાર સ્થિર નથી, પરંતુ આ સરકાર ફક્ત તમારી વાતથી નહીં પડી ભાગે. ભાજપનાં સાંસદ નારાયણ રાણે ગત સપ્તાહે રાજ્યનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી કારણ કે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર કોરોના વાયરસનાં ચેપનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ છે.

નવાબ મલિક કહે છે કે આ સરકાર મિનિમમ કોમન એજન્ડા પર ચાલી રહી છે અને તેમાં ત્રણેય પક્ષો શામેલ છે અને તેઓ તે એજન્ડા પર કામ કરી રહ્યા છે. સરકાર કોરોના સામે ઉગ્ર લડત ચલાવી રહી છે અને અમે ચોક્કસપણે તેની સામે જીતીશું, સાથે સાથે સરકારનો કાર્યકાળ પણ પૂર્ણ કરીશું. નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં શિવસેનાની 56 બેઠકો છે, એનસીપી પાસે 54 અને કોંગ્રેસની 44 બેઠકો છે. ભાજપથી અલગ થયા પછી શિવસેનાએ બંને પક્ષો સાથે રાજ્યમાં સરકાર બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.