Not Set/ અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર આવી ગયા કોરોનાની ઝપેટમાં…

અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ આવ્યા હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જી હા વધુ એક સમાજ સેવક અને હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલને કોરોના પોઝિટિવ આવતા ફરી કોંંગ્રેસનાં એક વધુ નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને અમદાવાદનાં કોર્પોરેટરનું […]

Ahmedabad Gujarat
4755e656bd7b3aa3d010340c64163cbb અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર આવી ગયા કોરોનાની ઝપેટમાં...
4755e656bd7b3aa3d010340c64163cbb અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર આવી ગયા કોરોનાની ઝપેટમાં...

અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ આવ્યા હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જી હા વધુ એક સમાજ સેવક અને હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલને કોરોના પોઝિટિવ આવતા ફરી કોંંગ્રેસનાં એક વધુ નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને અમદાવાદનાં કોર્પોરેટરનું કોરોનાનાં કારણે મોત પણ નિપજી ચૂક્યું છે. તો અનેક ધારાસભ્ય અને કોર્પોરેટર સહિતનાં અનેક  કોંગ્રેસી નેતાઓ કોરોનાની ઝપેટમાં પણ આવી ચૂક્યા છે. સામાજીક કાર્યકર હોવાનાં કારણે અને કોરોનાનાં સંકટ સમયે લોકોની વચ્ચે રહેવાનાં કારણે તેમજ પોતાના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાનાં કારણે અમદાવાદ શહેરનાં અનેક નેતાઓ કોરોનાની કારમી ઝપેટમાં આવી ગયા છે તે વિદિત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….