results/ જાણો ક્યારે જાહેર થશે UGC NET JRFના પરિણામો ?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC NET) 2021ના પરિણામો આવતા સપ્તાહ સુધીમાં જાહેર થવાની શક્યતા છે

Top Stories India
6 28 જાણો ક્યારે જાહેર થશે UGC NET JRFના પરિણામો ?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC NET) 2021ના પરિણામો આવતા સપ્તાહ સુધીમાં જાહેર થવાની શક્યતા છે. જે ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર રિલીઝ થયા પછી સ્કોર ચેક કરી શકશે. UGC-NET પરીક્ષા મદદનીશ પ્રોફેસરશિપ, NET-JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ અને ભારતીય યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ માટે ભારતીય નાગરિકોની પાત્રતા નક્કી કરે છે.

ઉલ્લેખનીય છે કે,  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC NET-JRF પરીક્ષા ડિસેમ્બર 2020 અને જૂન 2021 સત્ર પરીક્ષાઓ પ્રથમ તબક્કામાં 20 નવેમ્બર, 2021 થી 5 ડિસેમ્બર, 2021 સુધી અને બીજા તબક્કામાં 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર, 2021 દરમિયાન યોજી હતી. UGC NET પરીક્ષાનો ત્રીજો તબક્કો 4 અને 5 જાન્યુઆરી, 2022 ના રોજ 81 વિષયો માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડ દ્વારા લેવામાં આવ્યો હતો.

જે વિદ્યાર્થિઓ NET અને JRF ક્લિયર કરી લેછે પછી  રિસર્ચ ફેલોશિપ માટે કૉલેજમાં અરજી કરવા માટે સ્કોરની 2 વર્ષની માન્યતા છે. જો તમે સહાયક પ્રોફેસર તરીકે અરજી કરવા માંગતા હોવ તો આ સ્કોરની આજીવન માન્યતા છે.