Not Set/ દેશમાં હવે સર્વદલિય સરકાર બનાવવાનો સમય આવી ગયો છે: પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુ

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં જે રીતે રેલ્વે ટ્રેક ઉપર મજીરો ઉપરથી ટ્રેન ચઢી ગઇ અને આ અકસ્માતમાં 16 કામદારોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ આ ઘટનાથી સમગ્ર દેશ દુઃખી છે. લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોને તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ ઘટના તેમના માટે દુ:ખનો પહાડ લઇને આવી છે. આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ […]

India
c99457e7f673311f59fc043074e96111 દેશમાં હવે સર્વદલિય સરકાર બનાવવાનો સમય આવી ગયો છે: પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુ
c99457e7f673311f59fc043074e96111 દેશમાં હવે સર્વદલિય સરકાર બનાવવાનો સમય આવી ગયો છે: પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુ

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં જે રીતે રેલ્વે ટ્રેક ઉપર મજીરો ઉપરથી ટ્રેન ચઢી ગઇ અને આ અકસ્માતમાં 16 કામદારોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ આ ઘટનાથી સમગ્ર દેશ દુઃખી છે. લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોને તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ ઘટના તેમના માટે દુ:ખનો પહાડ લઇને આવી છે. આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ટ્વીટમાં કાત્જુએ સૂચવ્યું હતું કે તમામ પક્ષોની સરકારોનું ગઠન થવુ જોઇએ.

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ ઘટનાને ટ્વિટ કરીને લખ્યું છે કે તે ખૂબ જ દુઃખદ ઘટના છે, જેના પર જસ્ટિસ કાત્જુએ લખ્યું, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દેશની સમસ્યા ઘણી મોટી થઈ ગઈ છે, જેને પીએમ મોદી અને ભાજપ એકલા સંભાળી શકશે નહી. એક રાષ્ટ્રીય સરકારનો તાત્કાલિક ગઠન થવુ જોઇએ, જેમાં તમામ પક્ષોનાં નેતાઓ, વૈજ્ઞાનિક, વહીવટી નિષ્ણાતોનો સમાવેશ થાય. ઇંગ્લેન્ડનાં વડા પ્રધાન ચર્ચિલ દ્વારા મે 1940 માં, આવું જ પગલું ભરવામાં આવ્યુ હતું, જ્યારે નાઝીઓની સમસ્યા સામે ઉભી હતી.

આપને જણાવી દઇએ કે, ઔરંગાબાદમાં ટ્રેક પર પ્રવાસી મજૂરોની ઉપરથી એક માલગાડી નીકળી ગઇ હતી. જેમાંથી 16 મજૂરોનાં મોત નીપજ્યાં છે. મરી જનારા લોકોમાં મજૂરોનાં બાળકો પણ છે. વળી, ઘણા મજૂરો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઔરંગાબાદનાં એસપી મોક્ષદા પાટિલે કહ્યું કે, સવારે 5:15 વાગ્યે એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, એક માલગાડી ટ્રેન પસાર થઈ રહી હતી અને મજૂરો તેની નીચે આવી ગયા. તેમાં 16 કામદારો માર્યા ગયા. એક ઘાયલ છે, અમે 4 લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ જેઓ દૂર બેઠા હતા. બાકી રહેલા શખ્સે જણાવ્યું કે આ લોકો જાલનાથી રવાના થયા હતા અને ભુસાવલ જવા માંગતા હતા, જ્યાંથી તેઓ ટ્રેન પકડવા માંગતા હતા. તેઓ પગપાળા જઇ રહ્યા હતા, તેઓ આરામ કરવા માટે પાટા પર સુઇ રહ્યા હતા, તેઓ સૂઈ ગયા અને આ ઘટના બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.