Not Set/ સતત ત્રીજા દિવસે ઇડીએ કરી રોબર્ટ વાડ્રાની પુછપરછ

દિલ્હી, કોંગ્રેસના સેક્રેટરી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજ સતત ત્રીજા દિવસે વિદેશમાં સંપત્તિ ખરીદવા મામલે થયેલાં મની લોન્ડરીંગ કેસ અંતર્ગત પુછપરછ માટે બોલાવ્યા છે.રોબર્ટ વાડ્રા શનિવારે સવારે ઇડીની ઓફિસે પહોંચ્યા હતા,જ્યાં તેમની પુછપરછ શરૂ કરાઇ હતી. આ અગાઉ સાતમી અને આઠમી ફેબ્રુઆરીએ પણ રોબર્ટ વાડ્રાની ઇડીએ પુછપરછ કરી હતી. ઇડીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની […]

Top Stories India
opp 7 સતત ત્રીજા દિવસે ઇડીએ કરી રોબર્ટ વાડ્રાની પુછપરછ

દિલ્હી,

કોંગ્રેસના સેક્રેટરી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજ સતત ત્રીજા દિવસે વિદેશમાં સંપત્તિ ખરીદવા મામલે થયેલાં મની લોન્ડરીંગ કેસ અંતર્ગત પુછપરછ માટે બોલાવ્યા છે.રોબર્ટ વાડ્રા શનિવારે સવારે ઇડીની ઓફિસે પહોંચ્યા હતા,જ્યાં તેમની પુછપરછ શરૂ કરાઇ હતી.

આ અગાઉ સાતમી અને આઠમી ફેબ્રુઆરીએ પણ રોબર્ટ વાડ્રાની ઇડીએ પુછપરછ કરી હતી. ઇડીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહ્યાં છે. આ ટીમનું નેતૃત્ત્વ ડેપ્યુટી ડાયરેક્ટર રાજીવ શર્મા કરી રહ્યાં છે.

આ અગાઉ શુક્રવારે ઇડીએ રોબર્ટ વાડ્રાની પાંચ કલાક સુધી પુછપરછ કરી હતી.જો કે સુત્રોના કહેવા મુજબ રોબર્ટ વાડ્રાએ વિદેશમાં ખરીદાયેલી સંપત્તિ પોતાની હોવાનો સતત ઇનકાર કર્યો હતો.

રોબર્ટ વાડ્રા પર થયેલો લંડનના 12, બ્રાયનસ્ટન સ્કવેયર સ્થિત 19 લાખ પાઉન્ડ (અંદાજે 17 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટીની ખરીદીમાં કથિત રીતે મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલ છે. ઇડીનો દાવો છે કે આ સંપત્તિના અસલ માલિક વાડ્રા છે. ઇડી એ કોર્ટમાં કહ્યું છે કે લંડન સ્થિત ફલેટને ભાગેડુ ડિફેન્સ ડીલર સંજય ભંડારી એ 16 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઇડીના મતે સમારકામ માટે તેના પર 65900 પાઉન્ડનો વધારાનો ખર્ચ કરાયો હતો છતાંય ભંડારીએ 2010મા આ જ ભાવ પર તેનું વેચાણ વાડ્રાના નિયંત્રણવાળી ફર્મને કરી દીધું. ભંડારીની વિરૂદ્ધ ઓફિશિયલ સિક્રેટ એકટની અંદર્ગત 2016માં કેસ નોંધાયો હતો.

આ કેસમાં ઇડી તેમની ધરપકડ ના કરે તે માટે વાડ્રાએ દિલ્હીની હાઇકોર્ટમાં અરજી કરી હતી.દિલ્હીની કોર્ટે 16 ફેબ્રુઆરી સુધી તેમની ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે.