Not Set/ સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી બે ટર્મ બાદ યોજાઇ, શિક્ષકોમાં ભારે ઉત્સાહ

સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી બે ટર્મ બાદ યોજાઇ હતી. અગાઉ બે ટર્મ સતત બીનહરીફ વરણી થઈ હતી. જો કે આ વખતે શિક્ષકોએ ચુંટણી પ્રક્રીયા પર ભાર મુકતા લાંબા અરસા બાદ ચૂંટણી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહીતના હોદ્દેદાર પદાધીકારીઓ માટે ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં પ્રમુખ […]

Gujarat Others
sk સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી બે ટર્મ બાદ યોજાઇ, શિક્ષકોમાં ભારે ઉત્સાહ

સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી બે ટર્મ બાદ યોજાઇ હતી. અગાઉ બે ટર્મ સતત બીનહરીફ વરણી થઈ હતી. જો કે આ વખતે શિક્ષકોએ ચુંટણી પ્રક્રીયા પર ભાર મુકતા લાંબા અરસા બાદ ચૂંટણી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહીતના હોદ્દેદાર પદાધીકારીઓ માટે ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં પ્રમુખ માટે બે ઉમેદવારો, ઉપપ્રમુખ માટે ત્રણ ઉમેદવાર ચુંટણીમાં હરીફાઇમાં સામે આવ્યા હતા. જિલ્લાના તમામ આઠ તાલુકા મંડળોની પણ જિલ્લા મંડળ સાથે ચુંટણી યોજવામા આવી હતી. જિલ્લાના કુલ શિક્ષક મતદારો ૫૮૬૯ નોંધાયા હતા.  રવિવારે વહેલી સવારે જિલ્લાના હોદ્દેદાર પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ સહીતના પદાધીકારીઓ માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી બે ટર્મ બાદ યોજાઇ હતી. અગાઉ બે ટર્મ સતત બીનહરીફ વરણી થી કર્યા બાદ હવે સામાન્ય ચુંટણી યોજવાને લઇ શિક્ષણ વિભાગમાં પણ ચુંટણી ને લઇને ઉત્સુકતા વધી છે. શિક્ષકોના પ્રશ્નોને હલ કરવામાં મહત્વની ભુમીકા શિક્ષક સંઘ  નિભાવતુ હોય છે અને જેને લઇને શિક્ષક નેતાઓનુ યોગ્ય માળખુ ઉભુ કરવા લાંબા અરસા બાદ હવે સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી પ્રક્રીયા નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ૨૦૦૯ અને ત્યારબાદ પણ સામાન્ય ચુંટણી પ્રક્રિયાને બદલે શિક્ષકોએ બીનહરીફ વરણીની પ્રક્રિયા અપનાવી હતી પરંતુ હવે શિક્ષકોએ બીનહરીફને બદલે ચુંટણી પ્રક્રીયા પર ભાર મુકતા લાંબા અરસા બાદ ચુંટણી પ્રક્રીયાના વડે શિક્ષકોના નેતા ચુંટી નિકાળવા માટે મતદાન યોજાયુ હતુ. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહીતના હોદ્દેદાર પદાધીકારીઓ માટે ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં પ્રમુખ માટે બે ઉમેદવારો, ઉપપ્રમુખ માટે ત્રણ ઉમેદવાર ચુંટણીમાં હરીફાઇમાં સામે આવ્યા હતા. જિલ્લાના તમામ આઠ તાલુકા મંડળોની પણ જિલ્લા મંડળ સાથે ચુંટણી યોજવામા આવી હતી જેમાં  ઇડર મંડળ માટે તમામ હોદ્દેદારો બિનહરીફ થયા હતા.

જોકે ઇડર તાલુકાના શિક્ષક મતદારોએ જિલ્લા સંઘ માટે મતદાન કરવામાં આવ્યુ. જિલ્લાના કુલ શિક્ષક મતદારો ૫૮૬૯ નોંધાયા હતા અને તેઓએ ચુંટણી સવારના ૧૧:૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી દરેક તાલુકા મથકે જિલ્લાના માટે મતદારો અને તાલુકાના હોદ્દેદારો માટે મતદાન સાંજે ૬ વાગ્યા સુધી યોજાનાર મતદાનની પ્રક્રીયામાં ભાગ લીધો હતો. મતદાનની પ્રક્રીયા પુર્ણ થયા બાદ તુરત જ શનિવારે મોડી સાંજે જ તાલુકા મંડળની મતગણતરી શરૂ થશે જ્યારે રવિવારે વહેલી સવારે જિલ્લાના હોદ્દેદાર પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ સહીતના પદાધીકારીઓ માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાથમિક શિક્ષકો રાજ્ય ભરમાં તમામ જિલ્લા અને મોટાભાગની શાળાઓમાં હોવાને લઇને આ ચુંટણી પર રાજ્ય ભરના શિક્ષકોની નજર મંડરાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.