Not Set/ ભારતના બેંકોના ખાતાની વિગતો પાકિસ્તાનીઓ 500 રૂપિયામાં વેચે છે

ઇન્દોર, એક ચોંકાવનારી વિગત પ્રમાણે ભારતીય બેંકોની વિગતો જેવી કે બેંક એકાઉન્ટ કે ક્રેડીટ-ડેબિટ કાર્ડની વિગતો ઇન્ટરનેશનલ માર્કેટમાં માત્ર 500 રૂપિયામાં વેચાઇ રહી છે. મધ્યપ્રદેશ પોલિસના સાયબર સેલે પકડેલા કૌભાંડમાં બેંકોના ખાતાની વિગતો જેવી કે ડેબિટ કાર્ડ, ઇ-મેઇલ આઇડી, ફોન નંબર, આધાર કાર્ડ નંબર અને સીસીવી નંબરો જેવી વિગતો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ રહી છે. ઉલ્લેખનીય […]

Top Stories
hack ભારતના બેંકોના ખાતાની વિગતો પાકિસ્તાનીઓ 500 રૂપિયામાં વેચે છે

ઇન્દોર,

એક ચોંકાવનારી વિગત પ્રમાણે ભારતીય બેંકોની વિગતો જેવી કે બેંક એકાઉન્ટ કે ક્રેડીટ-ડેબિટ કાર્ડની વિગતો ઇન્ટરનેશનલ માર્કેટમાં માત્ર 500 રૂપિયામાં વેચાઇ રહી છે. મધ્યપ્રદેશ પોલિસના સાયબર સેલે પકડેલા કૌભાંડમાં બેંકોના ખાતાની વિગતો જેવી કે ડેબિટ કાર્ડ, ઇ-મેઇલ આઇડી, ફોન નંબર, આધાર કાર્ડ નંબર અને સીસીવી નંબરો જેવી વિગતો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ રહી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ વિગતો વેચવામાં પાકિસ્તાનની ગેંગનો મુખ્ય હાથ છે.

ઇન્દોરમાં પોલસે આઇટી સાથે સંકળાયેલા કેટલાંક લોકોની અટકાયત કરી હતી. આ લોકોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ગેંગ ભારતની બેંકોનો ડેટા હેક કરે છે અને એને પછી ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચે છે.આ ગેંગે ઇન્દોરની એક મહિલાની ડેબિટ કાર્ડની વિગતો પણ મેળવી હતી. ઇન્દોર પોલિસે આ કેસ અંગે મુંબઇના બે લોકોની ધરપકડ પણ કરી છે.

ડેટા હેક કરતી ગેંગે જયકિશન ગુપ્તા નામની વ્યક્તિના ક્રેડીટ કાર્ડના ખાતામાંથી હજારો રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. જયકિશન ગુપ્તાએ સાયબર સેલને આપેલી ફરિયાદ પ્રમાણે તેમના ક્રેડીટ કાર્ડના એકાઉન્ટમાંથી 72,401 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

સાયબર સેલના એસપી જીતેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે જયકિશન ગુપ્તાના ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કોઇ રાજકુમાર પીલ્લાઇ નામની વ્યક્તિ માટે એર ટીકીટ ખરીદવામાં થયો હતો.

સાયબર સેલે આ કેસો અંગે વધુ તપાસ કરતાં તેનું કનેક્શન પાકિસ્તાન સુધી નીકળ્યું હતું.