Illegal Entry in US/ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા જતા 97000 ભારતીયો પકડાયા,સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો!

લગભગ 97 હજાર ભારતીયોએ ખતરનાક માર્ગોથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેમાંથી 700થી વધુ બાળકો છે

Top Stories World
4 3 અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા જતા 97000 ભારતીયો પકડાયા,સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો!

ભારતમાંથી વિદેશમાં સ્થાઇ થવાની ઘેલછાએ લાખો લોકો ગેરકાયદેસર માર્ગે જતા હોય  છે, અને પકડાઇ જતા હોય છે, જયારે અમુક કિસ્સાઓમાં તો જાન પણ ગુમાવી પડે છે.. અતીતમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે. લગભગ 97 હજાર ભારતીયોએ ખતરનાક માર્ગોથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેમાંથી 700થી વધુ બાળકો છે. ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચેના એક વર્ષમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા રેકોર્ડ 96,917 ભારતીયો ઝડપાયા હતા. અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા દ્વારા આ વાત સામે આવી છે. તેમાંથી 30,010 કેનેડિયન બાજુથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશતા પકડાયા હતા, જ્યારે 41,770 મેક્સિકન સરહદેથી પકડાયા હતા. બાકીના અમેરિકામાં પ્રવેશ્યા બાદ પકડાયા હતા.

પાંચ વર્ષમાં આ આંકડો પાંચ ગણો વધ્યો, એક વર્ષમાં લગભગ 97 હજાર ભારતીયો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયા હતા. અમેરિકામાં આવી એન્ટ્રી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેનો આંકડો પાંચ ગણો વધ્યો છે. 2019-20માં, 19,883 ભારતીયો ગેરકાયદે પ્રવેશના કેસમાં પકડાયા હતા, જે હવે વધીને 96,917 થઈ ગયા છે. પોલીસ સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આંકડો મોટો હોઈ શકે છે કારણ કે જો કોઈ સરહદ પર ગેરકાયદે પ્રવેશના કિસ્સામાં પકડાય છે તો 10 કોઈને કોઈ રીતે પ્રવેશ મેળવે છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા લોકો ગુજરાત અને પંજાબના છે જેઓ અમેરિકામાં સ્થાયી થવા માંગે છે. જે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમને ચાર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે – સિંગલ, એકલા બાળકો, પરિવાર સાથેના બાળકો અને સમગ્ર પરિવાર. ધરપકડ કરાયેલા લોકોમાંથી 730 બાળકો હતા અને 84,000 એકલા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, દર વર્ષે ઘણા ભારતીયો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા પકડાય છે પરંતુ માત્ર થોડા જ લોકોને દેશનિકાલ કરવામાં આવે છે કારણ કે તેઓ માનવતાના આધાર પર આશ્રય માંગે છે.