- IIT-બનારસમાં વિદ્યાર્થિની સાથે થઈ છેડતી
- 2500 વિદ્યાર્થીઓએ 11 કલાક સુધી કર્યું પ્રદર્શન
- પ્રોક્ટર કચેરીમાં સબ ઇન્સ્પેક્ટર અને 4 પોલીસ કર્મચારીઓ તહેનાત
- આઈઆઈટી 2012માં BHUથી અલગ થઈ
- IIT-BHUમાં 210 સુરક્ષા ગાર્ડ તહેનાત
બુધવારે મોડી રાત્રે IIT-બનારસ હિન્દુ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હતી. ગુરુવારે આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ ઘટના BHU કેમ્પસમાં કરમન બાબા મંદિરથી લગભગ 300 મીટર દૂર એગ્રીકલ્ચર ફાર્મ પાસે બની હતી. ત્યારે આજ મુદ્દે જોઈએ વિશેષ અહેવાલ
બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) IIT કેમ્પસમાં બુધવારની રાત્રે એક મિત્ર સાથે ફરતી IITની વિદ્યાર્થિનીઓ સાથે મોટરસાઇકલ સવાર ત્રણ બદમાશોએ ગેરવર્તન કર્યું હતું અને તેને નિર્વસ્ત્ર કરીને વીડિયો બનાવ્યો હતો. આ ઘટના બાદ આરોપી કેમ્પસના હૈદરાબાદ ગેટ પરથી ફરાર થઈ ગયા હતા. રાત્રે બનેલી ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે.
ગુરુવારે 2500 વિદ્યાર્થીઓએ 11 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડી રાત સુધી વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર મક્કમ રહ્યા હતા. આ પછી પોલીસ અને IIT-BHUના ડિરેક્ટરે વિદ્યાર્થિનીઓ સાથે બેઠક કરી. તેમને ખાતરી આપી હતી કે 7 દિવસમાં તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે. તેઓને એવી સજા મળશે કે તેમની સાતેય પેઢીઓ યાદ રાખશે. આ પછી વિદ્યાર્થિનીઓએ પ્રદર્શન સમાપ્ત કર્યું.પ્રશાસને IIT-બનારસ અને BHU વચ્ચે દીવાલ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેમ્પસને બે ભાગમાં ન વહેંચવું જોઈએ. મદન મોહન માલવિયાનું સપનું વિભાજન થતું જોઈ નહીં શકાય.
આ સમગ્ર મામલામાં, વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓએ પોલીસ કમિશનર મુથા અશોક જૈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ દરમિયાન, પીએમઓએ ગુરુવારે દરેક ક્ષણના રિપોર્ટ લેવાનું ચાલુ રાખ્યું. આટલું જ નહીં, સીએમ યોગીએ કમિશનર કૌશલ રાજ શર્મા અને પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી. IIT પ્રશાસન સાથે વાત કરી અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
- પ્રોક્ટર કચેરીમાં સબ ઇન્સ્પેક્ટર અને 4 પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે.
- રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બેરિકેટ્સ લગાવીને અવરજવર પર પ્રતિબંધ રહેશે.
- ગ્રીન ઝોન બનાવવામાં આવશે. આગળ ઘણા ફેરફારો થશે. શું ફેરફારો થશે તે હજુ નક્કી નથી.
- સ્થાનિક વહીવટીતંત્રની મદદથી ટૂંક સમયમાં એક સંકલિત મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે.
- સંવેદનશીલ સ્થળોએ વધારાના સૈન્ય સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવશે.
- BHU અને IIT-BHU વચ્ચેના સામાન્ય માર્ગો જેવા કે એગ્રીકલ્ચર ફાર્મ અને હૈદરાબાદ ગેટને ધ્યાનમાં લેવામાં આવશે.
- જિલ્લા પોલીસ અને સંસ્થાના કર્મચારીઓ કેમ્પસના તમામ 7 ગેટ પર 24×7 ફરજ પર રહેશે.
- ચીફ પ્રોક્ટર ઓફિસમાં એક સબ ઈન્સ્પેક્ટર અને ચાર પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે.
- સંસ્થા બંધ કેમ્પસ બનાવવા માટે શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી પ્રશાસન સાથે પ્રયત્નો કરશે.
વિદ્યાર્થિનીએ કહ્યું, “હું બુધવારે રાત્રે 1:30 વાગ્યે મારી હોસ્ટેલમાંથી કોઈ અગત્યના કામ માટે બહાર આવી હતી. હું કેમ્પસના ગાંધી સ્મૃતિ ચાર રસ્તા પાસે મારા મિત્રને મળી હતી. અમે બંને સાથે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કરમન બાબા મંદિરથી 300 મીટર દૂર પાછળથી એક બુલેટ આવી. તેના પર 3 છોકરાઓ હતા. તેમણે બાઇક રોકી અને મને અને મારા મિત્રને રોક્યાં.
આ પછી ગન પોઈન્ટ પર અમને અલગ કરી દીઘાં. તેઓ મારું મોં દબાવીને મને એક ખૂણામાં લઈ ગયા. ત્યાં તેણે પહેલાં મને કિસ કરી અને પછી બંદૂકના નાળચે મારાં કપડાં કાઢી નાખ્યાં. મારો વીડિયો બનાવ્યો અને ફોટા પાડ્યા. જ્યારે મેં મદદ માટે બૂમો પાડી તો તેણે મને મારી નાખવાની ધમકી આપી. લગભગ 10-15 મિનિટ સુધી મને તેના કબજામાં રાખી અને પછી મને છોડી દીધી.
હું મારી હોસ્ટેલ તરફ દોડી ત્યારે પાછળથી બાઇકનો અવાજ આવવા લાગ્યો. ડરથી હું પ્રોફેસરના ઘરમાં પ્રવેશી. 20 મિનિટ ત્યાં રોકાઈને પ્રોફેસરને બોલાવ્યા. પ્રોફેસર મને ગેટ સુધી છોડી ગયા. તે પછી પાર્લામેન્ટ સિક્યોરિટી કમિટીના રાહુલ રાઠોડ મને IIT-BHU પેટ્રોલિંગ ગાર્ડ પાસે લઈ ગયા. જ્યાંથી હું સુરક્ષિત રીતે મારી હોસ્ટેલમાં પહોંચી શકી. ત્રણ આરોપીઓમાંથી એક જાડો, બીજો પાતળો અને ત્રીજો મધ્યમ ઊંચાઈનો હતો.
ઘટના બાદ વિદ્યાર્થીનીઓએ ગુરુવારે સવારે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. આ પછી ગુરુવારે સવારે લગભગ 2500 વિદ્યાર્થીઓએ રાજપૂતાના હોસ્ટેલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી સમગ્ર કેમ્પસમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ વિરોધ કરીને સમગ્ર કેમ્પસ બંધ કરી દીધું હતું. વર્ગો અને લેબમાં રિસર્ચ કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે.
વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બનતો જોઈને આઈઆઈટી-બીએચયુના ગેસ્ટ હાઉસમાં ગુરુવારે મોડી રાત સુધી ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી હતી. જેમાં તમામ જિલ્લાના ડીએમ, કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આંદોલનકારી વિદ્યાર્થીઓ ડાયરેક્ટરને વિરોધ સ્થળે જ મળવા બોલાવી રહ્યા હતા. પરંતુ, અધિકારીઓને ડર હતો કે ડિરેક્ટર સાથે કોઈ અઘટિત ઘટના બની શકે છે. પરંતુ, પીએમઓ અને સીએમઓના દબાણ પછી અધિકારીઓ કેમ્પસ પહોંચ્યા. આ પછી ડિરેક્ટરે જિમખાનાના ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવી પડી હતી. તેમની વાત સ્વીકારવી પડી અને ઘરણાનો અંત આવ્યો.
2012 પહેલાં આઈટી ફેકલ્ટી માત્ર BHUમાં જ ચાલતી હતી. જેને BHU IT કહેવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે BHUને IITનો દરજ્જો આપવા માટે 2012માં ઇન્ડસ્ટ્રી ઓફ ટેક્નોલોજી એમેન્ડમેન્ટ બિલ પસાર કર્યું હતું. આ પછી બંને સંસ્થાઓ અલગ થઈ ગઈ. 2015માં IIT-BHUમાં બોર્ડ ઓફ ગવર્નર્સની નિમણૂક કરવામાં આવી હતી. માલવિયાજી દ્વારા 1919માં BHUમાં એન્જિનિયરિંગ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. પછી તેનું નામ બનારસ એન્જિનિયરિંગ કોલેજ (BENCO) હતું.
BHUમાં પ્રોક્ટોરિયલ બોર્ડ કેમ્પસની સુરક્ષા માટે જવાબદાર છે. IIT BHUમાં એક ચીફ પ્રોક્ટર અને 5 પ્રોક્ટર તહેનાત છે. એક સુરક્ષા અધિકારી અને ત્રણ સહાયક સુરક્ષા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 210 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, 180 ફરજ પર છે. 30 બીમારી કે અન્ય કારણોસર રજા પર છે. આ તમામ સૈન્યના નિવૃત્ત કર્મચારી છે. જેમને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થિનીએ કહ્યું, “હું બુધવારે રાત્રે 1:30 વાગ્યે મારી હોસ્ટેલમાંથી કોઈ અગત્યના કામ માટે બહાર આવી હતી. હું કેમ્પસના ગાંધી સ્મૃતિ ચાર રસ્તા પાસે મારા મિત્રને મળી હતી. અમે બંને સાથે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કરમન બાબા મંદિરથી 300 મીટર દૂર પાછળથી એક બુલેટ આવી. તેના પર 3 છોકરાઓ હતા. તેમણે બાઇક રોકી અને મને અને મારા મિત્રને રોક્યાં.
આ પછી ગન પોઈન્ટ પર અમને અલગ કરી દીઘાં. તેઓ મારું મોં દબાવીને મને એક ખૂણામાં લઈ ગયા. ત્યાં તેણે પહેલાં મને કિસ કરી અને પછી બંદૂકના નાળચે મારાં કપડાં કાઢી નાખ્યાં. મારો વીડિયો બનાવ્યો અને ફોટા પાડ્યા. જ્યારે મેં મદદ માટે બૂમો પાડી તો તેણે મને મારી નાખવાની ધમકી આપી. લગભગ 10-15 મિનિટ સુધી મને તેના કબજામાં રાખી અને પછી મને છોડી દીધી.
હું મારી હોસ્ટેલ તરફ દોડી ત્યારે પાછળથી બાઇકનો અવાજ આવવા લાગ્યો. ડરથી હું પ્રોફેસરના ઘરમાં પ્રવેશી. 20 મિનિટ ત્યાં રોકાઈને પ્રોફેસરને બોલાવ્યા. પ્રોફેસર મને ગેટ સુધી છોડી ગયા. તે પછી પાર્લામેન્ટ સિક્યોરિટી કમિટીના રાહુલ રાઠોડ મને IIT-BHU પેટ્રોલિંગ ગાર્ડ પાસે લઈ ગયા. જ્યાંથી હું સુરક્ષિત રીતે મારી હોસ્ટેલમાં પહોંચી શકી. ત્રણ આરોપીઓમાંથી એક જાડો, બીજો પાતળો અને ત્રીજો મધ્યમ ઊંચાઈનો હતો.
IIT-BHUમાં હ્યુમેનિટીઝના રિસર્ચ સ્ટુડન્ટ દીપક રાઠોડે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીનો સૌથી મોટો જઘન્ય અપરાધ 1 નવેમ્બરની રાત્રે થયો છે. યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. રાત્રે વિદ્યાર્થિની સાથે અતિશય દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. IIT-BHU પ્રશાસન, પ્રોક્ટોરિયલ બોર્ડ અને ડિરેક્ટર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. શક્ય છે કે તે જગ્યાના CCTV ફૂટેજ સાથે પણ છેડછાડ કરવામાં આવી શકે. સંસ્થાની વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી રહી છે. સંસ્થાના સત્તાવાળાઓ આ અંગે મૌન છે. અમે ઇચ્છીએ છીએ કે કેમ્પસ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ડાયરેક્ટરની ઓફિસ સામે ધરણાં પર બેઠા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આગળ વધીશું નહીં. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓ ડાયરેક્ટરને બોલાવવાની માંગ પર અડગ છે. દરમિયાન ભેલુપુર એસીપીએ સમગ્ર કાશી ઝોનમાંથી ફોર્સ બોલાવવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો
આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય
આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ