Not Set/ ઉમેદવારો, 70ની લીસ્ટમાં આવતાં ખુશાલીનો માહોલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા ઉમેદરવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની રીપીટ ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. જેથી તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે સમર્થકોએ ઢોલ નગારાના તાલે ગરબા લઈ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ભાજપે સિત્તેર ઉમેદવારની […]

Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા ઉમેદરવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની રીપીટ ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. જેથી તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે સમર્થકોએ ઢોલ નગારાના તાલે ગરબા લઈ ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ભાજપે સિત્તેર ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં સુરતમાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષ સંઘવીને જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઇને લોકમાં ખુશીનો માહોલ છવાયો હતો. અને લોકોએ તેમનું ફૂલ-હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ લોકો ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા હતા.