ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી છે કે એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મહિલા આદિવાસી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને NDAના ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. દ્રૌપદી મુર્મુએ શિક્ષક તરીકે કામકાજ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/ લદ્દાખથી સિક્કિમ સુધી ભારતીય સેનાએ હિમાચ્છાદિત શિખરો પર કર્યો યોગ, જુઓ ખાસ તસવીરો
તેમની રાજકીય સફર કાઉન્સિલરથી થઇ હતી અને પછી ધારાસભ્ય બન્યા . દ્રૌપદી મુર્મુ પણ લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલા હતા અને લાંબા સમયથી ધારાસભ્ય અને મંત્રી રહી ચુક્યા છે. તેમણે ઓડિશા સરકારના ટ્રાન્સપોર્ટ અને કોમર્સ વિભાગ સંભાળ્યા હતા અને તેમણે્ 2007 માં ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ પણ જીત્યો છે. મુર્મુ 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ પણ હતા.
World/ શું એલોન મસ્કની પુત્રી તેને નફરત કરે છે? નામ બદલવા કરી અરજી
દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ છે. તેઓ સંથાલ પરિવારના છે, જે આદિવાસી સમુદાયના છે. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તેઓ 2006 થી 2009 સુધી એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા. તે 2004 થી 2009 સુધી રાયરંગપુર વિધાનસભાના સભ્ય હતા. તેઓ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન 6 માર્ચ 2000 થી 6 ઓગસ્ટ 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર હવાલો સાથે અને 6 ઓગસ્ટ 2002 થી 16 મે 2004 સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા.
તેમના અંગત જીવન વિશે વાત કરીએ તોદ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. શ્રી દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા.તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી.
