Not Set/ PM મોદી અને અમિત શાહને મળશે સજા? સુપ્રિમમાં આચારસહિતા ભંગની સુનવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમીત શાહે પોતાની ચુંટણી રેલીમાં વારંવાર આચાર સહિતા ભંગ કરી હોવાની કોંગ્રેસ પાર્ટીએ સુપ્રિમ કોર્ટમાં ફરીયાદ નોંધાવી છે. સુપ્રિમ કોર્ટમાં આજે આ મામલે સુનવણી થશે કે વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમીત શાહે ચુંટણી પ્રચાર દરમિયાન પોતાના નિવેદન અને ભાષણોથી આચાર સહિતાનું ઉલ્લઘંન કરે છે. કોંગ્રેસે આ મામલે સોમવારે […]

India Politics

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમીત શાહે પોતાની ચુંટણી રેલીમાં વારંવાર આચાર સહિતા ભંગ કરી હોવાની કોંગ્રેસ પાર્ટીએ સુપ્રિમ કોર્ટમાં ફરીયાદ નોંધાવી છે. સુપ્રિમ કોર્ટમાં આજે આ મામલે સુનવણી થશે કે વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમીત શાહે ચુંટણી પ્રચાર દરમિયાન પોતાના નિવેદન અને ભાષણોથી આચાર સહિતાનું ઉલ્લઘંન કરે છે.

કોંગ્રેસે આ મામલે સોમવારે સુપ્રિમ કોર્ટમાં ફરીયાદ કરી હતી. જેમા કોંગ્રેસ પાર્ટીએ કહ્યુ ચુંટણીપંચને વારંવાર અરજીઓ આપવા છતા દેશની સર્વોચ્ચ ચુંટણી સંસ્થાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમીત શાહ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. ઓલ ઇંડિયા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેવએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી કહ્યુ કે,ચુંટણીપંચનું આ મામલે ન બોલવુ અપ્રત્યક્ષ રૂપથી ચુંટણી આચાર સહિતાનાં ઉલ્લઘંનનુ અપ્રત્યક્ષ રૂપથી સમર્થન કરવુ છે. સાથે તેમણે પોતાની અરજીમાં કહ્યુ કે, ચુંટણીપંચ રાજનીતિક ઉદ્દેશો માટે સેનાનાં શોર્યનો ઉપયોગ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ રક કોઇ કાર્યવાહી કરવામાં અસફળ રહ્યુ છે. આ કેસમાં જલ્દી જ સુનવણીની અપીલ કરવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીએ કહ્યુ છે કે, આચારસહિતનાં ઉલ્લઘંનના 40 કેસો ચુંટણીપંચનાં પ્રકાશમાં લાવવામાં આવ્યા છે, પરંતુ ચુંટણીપંચે હજુ કોઇ કાર્યવાહી કરી નથી. સાથે કોંગ્રેસનો આરોપ છે કે, નિષ્પક્ષ ચુંટણી યોજવા માટે બંધારણીય સંસ્થા હોવા છતા ચુંટણીપંચ બંધારણની જોગવાઇઓ અને કાયદાઓ અને નિયમોનું ઉલ્લધંન કરતા લોકોનાં હાથોનું ઉપકરણ બની ગયુ છે.