નવી દિલ્હીમાં આયોજિત “ઇન્ડિયન બિઝનેસ રિફોર્મ્સ”માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મોટા વેપારીઓને સંબોધ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દેશમાં વેપાર માટે લેવામાં આવેલા નિર્ણયો તેમજ જીએસટી અંગે વાત કરી હતી તેમજ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો પણ જવાબ આપ્યો હતો.
ઈન્ડિયન બિઝનેસ રિફોર્મ્સ” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું :
- સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી બિઝનેસમાં વધુ કુશળતા આપવા તેમજ આ દિશામાં મોટા નિર્ણયો લેવા માટે કામ કરી રહી છે.
- જીએસટીના નિર્ણયને આ દિશામાં એક મોટું પગલું તરીકે ગણાવ્યું હતું. જો તેમાં કોઈ ખામીઓ હશે તો, વેપારીવર્ગ આ અંગે સૂચન કરે છે તો તેને દૂર કરી શકાય છે. કારણ કે જો કોઈ કામમાં બધાનું મગજ કામ કરે છે, તો પછી કાર્ય શ્રેષ્ઠ બને છે.
-
વિશ્વ બેન્કની રેન્કિંગ કારોબાર સેવાઓમાં ભારતનો ૩૦ પોઈન્ટનો થયેલો વધારો નિર્દેશ આપે છે કે આ ર્રેન્કિંગ પર કોઈ સવાલો ઉભા કરવાને બદલે સાથે મળીને કામ કરવાની જરૂરત છે.
- અમારું કામ લોકોની જિંદગી બદલવાનું છે અને અમે છેલ્લા ત્રણ વર્ષથી આ દિશામાં કામ કરી રહ્યા છે.
- તેઓ પહેલા વડપ્રધાન છે કે જેઓએ અત્યારસુધી વર્લ્ડબેંકની ઈમારત પણ જોઈ નથી.
- “ઈચ ઓફ ડુઈંગ બિઝનેસ” થી લોકોની જિંદગી પણ સરળ બની રહી છે.
