Not Set/ ગીર સોમનાથ: સિંહણની પજવણીનો વધુ એક વિડીયો આવ્યો સામે

જંગલના રાજા અને ગૌરવવંતા સાવજોને કઠપુતળીના જેમ રમકડા બનાવી દીધા છે. ગીરના સિંહોને કઠપૂતળીના જેમ મુધાની લાલચ આપીને તેને નચાવી રહ્યા છે ગીરના રાક્ષસો. વધુ એક સોશિયલ મીડિયામાં ગીર પથંકને શર્મસાર કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતાં વાન વિભાગના અને સરકાર સામે અનેક સવાલો ઉઠ્યાં છે. થોડાક સમય પહેલા પણ ગીરના જંગલમાં […]

Gujarat Trending Videos

જંગલના રાજા અને ગૌરવવંતા સાવજોને કઠપુતળીના જેમ રમકડા બનાવી દીધા છે. ગીરના સિંહોને કઠપૂતળીના જેમ મુધાની લાલચ આપીને તેને નચાવી રહ્યા છે ગીરના રાક્ષસો. વધુ એક સોશિયલ મીડિયામાં ગીર પથંકને શર્મસાર કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતાં વાન વિભાગના અને સરકાર સામે અનેક સવાલો ઉઠ્યાં છે.

થોડાક સમય પહેલા પણ ગીરના જંગલમાં મરઘાની લાલચ આપીને સિહણની પજવણી કરતો વિડીયો સામે આવ્યો હતો. ગીરના બાબરિયા રેન્જમાં હાથમાં જીવતા મરઘાં પકડીને લોકોને ગેરકાયદેસર રીતે ‘લાયન શો’ કરાવતા સાત શખ્સોને વનવિભાગની ટીમે ઝડપી લીધા છે. ગીરના જંગલમાં આવેલી બાબરીયા રેન્જનાં જંગલમાં કેટલાક લોકો ગેરકાયદેસર ‘લાયન શો’ કરાવતા હોવાની માહિતી વનવિભાગને મળી હતી.

આ માહિતીના આધારે વનવિભાગની ટીમે મધરાત્રે અઢી વાગ્યાના સુમારે ઉક્ત વિસ્તારમાં છાપો માર્યો હતો. આ રેડ દરમિયાન બાબરિયા રેન્જના અભયારણ્ય વિસ્તારમાં હાથમાં જીવતા મરઘાં રાખી સિંહને ખવડાવતા સાત શખ્સોને વનવિભાગની ટીમે ઝડપી લીધા હતા.