સાબરકાંઠા આરટીઓ કચેરી હમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. પછી તે વાહનનું પાસીંગ હોય કે લાયસન્સ કે પછી એજન્ટ પ્રથા કે પછી અન્ય રાજ્યોના વાહનો પાસ કરવાનો મામલો. હમેશા કોઈ ને કોઈ વિવાદ અહીં ચાલતો રહે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જુનિયર ક્લાર્ક રહેમાન મનસૂરીને વાહન વ્યવહાર કમિશનરે સસ્પેન્ડ કર્યો.
આરટીઓ કચેરીમાં અન્ય રાજ્યોના વાહનો ખોટા બિલ રજુ કરી પાસ કરવાને લઈને સસ્પેન્ડ કર્યા. આરટીઓ પાર્સિંગ કારાવવાના પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં ખોટા બિલો હોવાનું બહાર આવ્યું હતું. મહારાષ્ટ્ર પોલીસ પાર્સિંગ બાબતે એક વર્ષ પહેલાં હિંમતનગર આરટીઓ કચેરીમાં તપાસ માટે આવી હતી
વાહન વ્યવહાર કમિશ્નર કચેરીએ હાથ ધરેલી તપાસમાં જુનિયર ક્લાર્કની સંડોવણી બહાર આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. બે માસમાં આરટીઓ કચેરીના બે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા. આ મુદ્દે જો હજુ વધુ તપાસ કરવામાં આવે તો વધુ માહિતી બહાર આવી શે કે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
