Not Set/ કૂવામાં ખાબક્યા દીપડો,સાપ અને ઘોરખોદીયું, વન વિભાગે કર્યું દિલ ધડક રેસ્ક્યુ

ગીરસોમનાથ, ગીર સોમનાથના સોનારીયા ગામે અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી. સોનારીયા ગામે 1૦0 ફૂટ ઊંડા અને પાણી ભરેલા કૂવામાં ખુંખાર દીપડો, ઘોરખોદીયું અને સાપ ત્રણેય ખાબક્યા હતા. ત્યારે વન વિભાગે દિલ ધડક રેસ્ક્યુ કર્યું. મળતી માહિતી મુજબ ઘોરખોદીયુંના શિકાર માટે દોડ મુકેલ દીપડો ખુદ શિકાર બન્યો.. ગીર સોમનાથના વેરાવળના સોનારીયા ગામે જેસાભાઇ રામ નામના […]

Top Stories

ગીરસોમનાથ,

ગીર સોમનાથના સોનારીયા ગામે અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી. સોનારીયા ગામે 1૦0 ફૂટ ઊંડા અને પાણી ભરેલા કૂવામાં ખુંખાર દીપડો, ઘોરખોદીયું અને સાપ ત્રણેય ખાબક્યા હતા. ત્યારે વન વિભાગે દિલ ધડક રેસ્ક્યુ કર્યું. મળતી માહિતી મુજબ ઘોરખોદીયુંના શિકાર માટે દોડ મુકેલ દીપડો ખુદ શિકાર બન્યો.. ગીર સોમનાથના વેરાવળના સોનારીયા ગામે જેસાભાઇ રામ નામના ખેડૂતના ખેતરમાં  આવેલા 1૦0 ફૂટ ઊંડા અને પાણી ભરેલા કૂવામાં શિકારી અને શિકાર બન્ને એક સાથે ખાબક્યા હતા.

મોડી રાત્રે દીપડો. ઘરખોદિયાની પાછળ દોડતા બન્ને કૂવામાં ખાબક્યા હતા. ત્યારે વહેલી સવારે ખેડૂતે વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને કુવાની અંદર જોતા જાણવા મળ્યું કે દીપડો ઘરખોદિયાની સાથોસાથ કૂવામાંસાપ પણ તરતો હતો. ત્યારે વન વિભાગે આખરે ભારે જહેમત બાદ દીપડાને જીવિત બહાર કાઢવા દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતુ.

છેલ્લા 30 દિવસમાં ગીર સોમનાથ જિલ્લામાં 5 દીપડાઓ અલગ અલગ જગ્યા પર કુવામાં ખાબક્યા છે જેમાં ત્રણને જીવિત બચાવાયા જ્યારે બે દીપડા મોતને ભેટયા છે વન વિભાગના કહેવા મુજબ આ વિસ્તારમાં હીરણ નદી વહે છે અને અહીં પીવાના પાણી અને શીકાર સહેલાથી મળી જતું હોવાથી વન્ય પ્રાણીઅો જંગલ છોડી આ વિસ્તારમાં વઘુ પ્રમાણમાં વટવાટ કરવા લાગ્યા છે. જેમાં દીપડાના કૂવામાં પડવાના કિસ્સામાં ભારે વધારે જોવા મળી રહ્યો છે.