National News/ ગાઝિયાબાદમાં બે વાર PM કર્યા બાદ પણ મૃતક અચાનક જીવતો ઘરે પાછો આવ્યો?

ગાઝિયાબાદના (Ghaziabad) કૌશામ્બીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલમાંથી છૂટ્યા બાદ લાપતા થયેલા ગિરધર બિશ્તને મૃત માની પરિવારે તેના અંતિમ સંસ્કાર અને તેરમી પણ કરી દીધી હતી, તે અચાનક જીવતો ઘરે પાછો ફર્યો છે.

NATIONAL Top Stories India
Ghaziabad

Ghaziabad Mystery News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના(Ghaziabad) કૌશામ્બી વિસ્તારમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકોના હોશ ઊડી ગયા છે. જે વ્યક્તિને પરિવારે મૃત માની લીધો હતો, જેના બે-બે વાર પોસ્ટમોર્ટમ કરાવી દીધા હતા, વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને જેની તેરમીની વિધિ પણ પતી ગઈ હતી, તે વ્યક્તિ અચાનક જીવતી ઘરે પાછી ફરી છે! ગિરધર બિશ્ત નામના આ વ્યક્તિના અચાનક પરત ફર્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, જો ગિરધર જીવતો છે તો પછી જેનો અંતિમ સંસ્કાર કરાયો તે અજાણ્યો મૃતદેહ કોનો હતો?

જેલમાંથી છૂટ્યા બાદ અચાનક ગાયબ થયો હતો ગિરધર

કૌશામ્બી વિસ્તારની કલ્પના સોસાયટીમાં પોતાની માતા સાથે રહેતા ગિરધર બિશ્તની ગત 17 મેના રોજ પોલીસે શાંતિભંગના આરોપમાં ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. 21 મેના રોજ પર્સનલ બોન્ડ (મુચલકા) પર તેની મુક્તિનો આદેશ થયો, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ગિરધર અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. પરિવારે તેની ઘણી શોધખોળ કરી અને અંતે પોલીસ મથકે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી.

Ghaziabad માં બે વાર પોસ્ટમોર્ટમ અને હત્યાનો કેસ

આશરે ત્રણ અઠવાડિયા પછી, 12 જૂનના રોજ મસૂરી નહેરમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. ગિરધરના પરિવારજનોએ તેને ગિરધરનો જ મૃતદેહ ગણાવીને ઓળખ કરી લીધી હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું, પરંતુ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરીને હોબાળો મચાવતા ડોક્ટરોની પેનલ પાસે બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરિવારની ફરિયાદના આધારે મસૂરી પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કરી દેવાયો હતો.

ગિરધરના પરત ફરતા જ ખુલી ગયું રહસ્ય

સમગ્ર કેસમાં યુ-ટર્ન(Ghaziabad) ત્યારે આવ્યો જ્યારે ગિરધર બિશ્ત અચાનક જીવતો-જાગતો પોતાના ઘરે પાછો આવી ગયો. તેના આવવાના સમાચાર વાયુવેગે ફેલાતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તુરંત તેના ઘરે પહોંચી ગયા હતા અને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. હવે તપાસ એજન્સીઓ માટે એ કોયડો બની ગયો છે કે નહેરમાંથી મળેલો એ મૃતદેહ કોનો હતો અને તે વ્યક્તિનું મોત કેવી રીતે થયું હતું.


આ પણ વાંચો:ગાઝિયાબાદમાં પતિના મિત્રએ ઘરમાં ઘૂસી મહિલા સાથે કર્યો દુષ્કર્મ, કોઈને ન કહેવા પણ દબાણ

આ પણ વાંચો:ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ કરી આત્મહત્યા, કોરિયન ગેમની લતે લીધું જીવન!

આ પણ વાંચો:‘અમે કોરિયન પ્રેમીઓ છીએ…’ગાઝિયાબાદ ટ્રિપલ આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા