up news/ ‘અમે કોરિયન પ્રેમીઓ છીએ…’ગાઝિયાબાદ ટ્રિપલ આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા

ત્રણેય બહેનો પોતાની નાની બહેનને પણ કોરિયન સંસ્કૃતિ (Korean Obsession) તરફ આકર્ષિત કરવા માગતી હતી.

NATIONAL India Trending
લાંબા સમયથી કોરિયન ઓબ્સેશન (Korean Obsession)થી માનસિક તણાવમાં હતી બહેનો

Ghaziabad News: ઉત્તર પ્રદેશ (UP)ના ગાઝિયાબાદ (Ghaziabad)માં ત્રણ સગી બહેનોએ કોરિયન ઓબ્સેશન (Korean Obsession)ના કારણે સામૂહિક આત્મહત્યા (Mass Suicide) કરી હતી. સાહિબાબાદ (Sahibabad)વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટી (Bharat City Society)ની નવમા માળની ઈમારતમાંથી કૂદી (Jump)ને ત્રણ બહેનોના મોત થયા બાદ, હવે પોલીસને મળેલી આઠ પાનાની સુસાઇડ નોટ (Suicide Note)એ આ દુર્ઘટનાની પાછળના ઘણા પાસાઓને ઉજાગર કર્યા છે.

ત્રણ સગી બહેનોએ કોરિયન ઓબ્સેશન (Korean Obsession)ના કારણે સામૂહિક આત્મહત્યા (Mass Suicide) કરી હતી.

લાંબા સમયથી કોરિયન ઓબ્સેશન (Korean Obsession)થી માનસિક તણાવમાં હતી બહેનો

પોલીસ તપાસ અનુસાર, ત્રણેય બહેનો (sisters) છેલ્લા લાંબા સમયથી માનસિક દબાણ (Mental Pressure) અને ભાવનાત્મક અસંતુલન (Emotional Imbalance)નો સામનો કરી રહી હતી. તેઓ મોટાભાગનો સમય મોબાઇલ ફોન પર કોરિયન ગેમ્સ (Korean Games), કે-પોપ મ્યુઝિક (K-Pop Music), કોરિયન (Korean Obsession) તથા અન્ય દેશોના ડ્રામા (Dramas) અને સિરિયલો (Serials) જોવામાં વિતાવતી હતી. આ વર્ચ્યુઅલ (Virtual) દુનિયામાં તેમનો ભાવનાત્મક જોડાણ એટલું વધી ગયું હતું કે તે તેમની વાસ્તવિક જીવનશૈલી(Real Lifestyle)પર પણ અસર કરવા લાગ્યું હતું.

મોબાઇલ ફોન પર કોરિયન ગેમ્સ (Korean Games), કે-પોપ મ્યુઝિક (K-Pop Music), કોરિયન (Korean Obsession) તથા અન્ય દેશોના ડ્રામા (Dramas) અને સિરિયલો (Serials) જોવામાં વિતાવતી હતી.

મોબાઇલ છીનવાયા બાદ વધી તણાવની સ્થિતિ

પરિવારજનોના જણાવ્યા મુજબ, લગભગ 15 દિવસ પહેલા પિતાએ ત્રણેય બહેનો પાસેથી મોબાઇલ ફોન છીનવીને વેચી દીધા હતા. પરિવારનું માનવું હતું કે મોબાઇલ અને ઓનલાઇન સામગ્રીના અતિશય ઉપયોગથી બાળકોનું ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.
પરંતુ આ નિર્ણય બાદ ત્રણેય બહેનોમાં ઉદાસીનતા, ગુસ્સો અને આત્મવિમુખતા વધુ વધતી ગઈ.

ત્રણેય બહેનો પોતાની નાની બહેનને પણ કોરિયન સંસ્કૃતિ (Korean Obsession) તરફ આકર્ષિત કરવા માગતી હતી.

સુસાઇડ નોટમાં શું લખ્યું?

પોલીસને મળેલી આઠ પાનાની સુસાઇડ નોટમાં બહેનોએ લખ્યું છે કે તેઓ પોતાને “કોરિયન પ્રેમીઓ” માને છે. તેમણે પરિવારજનો પર આરોપ મૂક્યો છે કે તેમની લાગણીઓ, પસંદગી અને ઓળખને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
નોટમાં લખાયું છે કે,

“અમે આ દુનિયામાં તમને મારવા નથી આવ્યા, અમે મરવાનું પસંદ કરીશું.”

આ શબ્દો તેમની અંદરની ઘેરી ભાવનાત્મક પીડા અને એકાંતની લાગણી દર્શાવે છે.

કોરિયન સંસ્કૃતિ (Korean Obsession) તરફ આકર્ષિત કરવા માગતી હતી. તેઓ પોતાના નામ, પહેરવેશ, હેરસ્ટાઇલ અને બોલચાલમાં પણ કલ્પિત પાત્રો

ઓળખ અને કલ્પિત દુનિયા વચ્ચેનો સંઘર્ષ

નોટ અનુસાર, ત્રણેય બહેનો પોતાની નાની બહેનને પણ કોરિયન સંસ્કૃતિ (Korean Obsession) તરફ આકર્ષિત કરવા માગતી હતી. તેઓ પોતાના નામ, પહેરવેશ, હેરસ્ટાઇલ અને બોલચાલમાં પણ કલ્પિત પાત્રો અને વિદેશી સંસ્કૃતિને અનુસરતી હતી. પરિવારજનો દ્વારા આ બાબતે અટકાવવામાં આવતા તેઓ પોતાને અસમજાયેલ અને એકલવાયા અનુભવતી હતી.

પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી

પોલીસે ત્રણેય મોબાઇલ ફોન, દસ્તાવેજો અને ડિજિટલ પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસને માનસિક આરોગ્યના દૃષ્ટિકોણથી પણ ગંભીરતાપૂર્વક જોવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ કરી આત્મહત્યા, કોરિયન ગેમની લતે લીધું જીવન!

આ પણ વાંચો:જામનગરના જાણીતા ઉદ્યોગપતિની આત્મહત્યા, શહેરમાં મચી ચકચાર

આ પણ વાંચો:અમદાવાદમાં સગીરાને ફ્રી ફાયર ગેમ રમવી ભારે પડી, વેજલપુરમાં બંગાળના યુવકે કર્યું અપહરણ