Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો મહાકુંભમાં ન્હાવા માટે આવી રહ્યા છે. કરોડો ભક્તોના અપેક્ષિત આગમનને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહાકુંભમાં આગ લાગી હતી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ અંગે પોલીસે કડક ચેતવણી આપી છે.
@NazneenAkhtar23 નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, ‘મહાકુંભ મેળા વિસ્તારની હોસ્પિટલમાં મોટી આગ’. વીડિયો પર એવું પણ લખવામાં આવ્યું છે કે આઠ લોકો ઘાયલ થયા છે. આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ જોયો છે. જો કે, આ વીડિયો નકલી છે અને મહાકુંભ પ્રશાસને કહ્યું છે કે FIR દાખલ કરવામાં આવશે.
વીડિયોના જવાબમાં મહાકુંભ પ્રશાસને લખ્યું છે કે આ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી મોક ડ્રિલનો વીડિયો છે. ભ્રામક તથ્યોના આધારે અફવાઓ ફેલાવવા બદલ તમારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી રહી છે. આ સાથે મહાકુંભના ડીઆઈજીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ વીડિયો પર લખ્યું છે કે આ બિલકુલ ખોટી માહિતી છે. તમે અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત છો. તમે જે વિડીયો બતાવી રહ્યા છો તે કુંભ મેળા પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા હાથ ધરવામાં આવેલ અમારી ફાયર મોક ડ્રીલનો છે. જો તમે કોઈપણ વણચકાસાયેલ માહિતી પ્રસારિત કરશો તો તમારી સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
यह @fireserviceup द्वारा की गई मॉक ड्रिल का वीडियो है।
भ्रामक तथ्यों के आधार पर अफवाह फैलाने के कारण आपके विरुद्ध FIR पंजीकृत की जा रही है।— Kumbh Mela Police UP 2025 (@kumbhMelaPolUP) January 13, 2025
વીડિયોમાં શું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ છે, પોલીસકર્મીઓ પણ હાજર છે. પોલીસકર્મીઓ દોડતા જોવા મળે છે અને સર્વત્ર ધુમાડો ફેલાયો છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે, આ જ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાકુંભમાં આગ લાગી હતી, આઠ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં શાહી સ્નાન ક્યારે થશે ? શાહી અને સામાન્ય સ્નાનની તારીખ જાણો
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં ભક્તો કેમ કરે છે કલ્પવાસ? જાણો તેનો મહિમા
