Ahmedabad News/ અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 12 ટેલર સાથે આરોપીની ધરપકડ

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રૂ. 12,000 ની કિંમતના 12 ટેલર મળી આવ્યા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News :  ઉત્તરાયણને તહેવારને પગલે શહેરમાં ચોરીછુપીથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ વધી ગયું છે. જેમાં ઝોન-7 એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વેજલપુર ફતેવાડી સ્થિત નળસરોવર વસાહત પાસેથી એક શખ્સને ઝડપી લીધો હતો. જેમાં તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રૂ. 12,000 ની કિંમતના 12 ટેલર મળી આવ્યા હતા.

તપાસમાં આરોપીનું નામ જુમ્માખાન નસીબખાન પઠાણ (60) હોવાનુ બહાર આવ્યું છે. આરોપી વેજલપુર, ફતેવાડી ખાતે મહમદનુર પાર્ક સોસાયટીનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ દોરી ધારદાર હોવાથી ઈજાગ્રસ્ત વ્યક્તિનો જીવ જવાના બનાવો પણ અગાઉ બનેલા છે. જેને પગલે ચાઈનીઝ દોરીના વપરાશ પર અંકુશ લગાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્વાહી કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી

આ પણ વાંચો:પાટણમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, SOGએ કરી ધરપકડ

આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ