Gujarat News:ગુજરાતના રસ્તાઓ દિવસેને દિવસે વધુ જોખમી બનતા જાય છે. ઓવરસ્પીડિંગ, દારૂ પીને વાહન ચલાવવું, રસ્તાઓની ખરાબ ડિઝાઇન અને બેદરકાર ડ્રાઇવિંગ જેવા કારણોસર રોજિંદા અકસ્માતોની (Accidents) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025માં આ સમસ્યા વધુ તીવ્ર બની છે, જેના આંકડા 108 ઇમર્જન્સી સર્વિસના ડેટા પરથી સ્પષ્ટ થાય છે.

108 એમ્બ્યુલન્સ સર્વિસને વર્ષ 2025માં માર્ગ અકસ્માત સંબંધિત 1.78 લાખ કોલ મળ્યા છે, જે ગત વર્ષ 2024ના 1.65 લાખ કોલ કરતાં આશરે 8 ટકા વધુ છે. આનો અર્થ એ થાય કે રોજ સરેરાશ 490 જેટલી ઇમર્જન્સી (Emergency) નોંધાઈ છે. આ આંકડા રાજ્યમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની (Accidents) વધતી ગંભીરતા દર્શાવે છે.રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની દોડધામ વધી ગઈ છે, કારણ કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં (Hospital) પહોંચાડવાની જવાબદારી આ સર્વિસ પર છે. આ કોલ્સમાંથી મોટા ભાગના કેસમાં લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેમાં કેટલાકમાં જીવ પણ જોખમમાં મૂકાયો છે.

અકસ્માતોના કેસોમાં અમદાવાદ સૌથી આગળ છે,આ શહેરમાં રોજ અનેક અકસ્માતો(Accidents) થાય છે, જેમાં ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક મુખ્ય કારણ છે.
શહેર |
ઇમર્જન્સી કેસ |
| અમદાવાદ | 28,977 |
| વડોદરા | 11,755 |
| રાજકોટ | 9,200 |
| સુરત | 18,983 |
આ ચાર મોટા શહેરોમાં અકસ્માતોનું (Accidents) પ્રમાણ સૌથી વધુ છે, જે રાજ્યની કુલ સંખ્યાનો મોટો હિસ્સો ધરાવે છે.
અકસ્માતો પાછળના મુખ્ય કારણોમાં ઓવરસ્પીડિંગ, બેદરકારીભર્યું વાહન ચલાવવું અને રસ્તાઓની ખરાબ ડિઝાઇનનો સમાવેશ થાય છે. પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં અઢી ગણો વધારો થયો છે. આવા ડ્રાઇવરો બેફામ બનીને અન્ય લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે, જેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જાય છે.નિષ્ણાતોના મતે, હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવું, મોબાઇલનો ઉપયોગ કરવો અને ખરાબ રોડ ડિઝાઇન પણ અકસ્માતોને વધારે છે.
