ગુજરાતમાં ભાજપાની છઠ્ઠી વખત સરકાર બનવા જઈ રહી છે. વિજય રુપાણી બીજીવાર મુખ્યમંત્રીના શપથ લીધા હતા. સાથે સાથે નીતિન પટેલ ડેપ્યુટી સીએમ તેમજ 8 કેબિનેટ કક્ષાના અને 10 રાજયકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.
વિજય રૂપણી કેબિનેટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર સી ફળદુ, કૌશિકભાઈ પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, ઈશ્વર પરમાર.
જયારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પ્રદિપસિંહ જાડેજા, પરબતભાઈ પટેલ, પુરસોત્તમ સોલંકી, બચ્ચુંભાઈ ખાબડ, ઈશ્વરસિંહ પટેલ, રમણ પાટકર, કિશોર કાનાણી, વિભારવીબેન દવે, વાસણભાઈ આહીર, જયદ્રાથસિંહજી પરમારે શપથ લીધા હતા.
શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, NDA ગઠબંધનના ૧૮ મુખ્યમંત્રી, પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ, કોંગ્રેસના પૂર્વ વરિષ્ટ નેતા શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્તિથ રહ્યા હતા. સાથે સાથે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ સહિત ૪૦૦૦ આમંત્રિત મહેમાનો ઉપસ્તિથ રહ્યા હતા.
આ છે કેબિનેટ મંત્રીનું લીસ્ટ.
નીતિન પટેલ ડેપ્યુટી સીએમ

કેબિનેટ મંત્રી તરીકે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

આર સી ફળદુ

કૌશિકભાઈ પટેલ

સૌરભ પટેલ

જયેશ રાદડિયા

ગણપત વસાવા

દિલીપ ઠાકોર

ઈશ્વર ભાઈ પરમાર

રૂપાણી સરકારમાં 6 પાટીદાર મંત્રીએ લીધા શપથ
રૂપાણી સરકારમાં 6 ઓબીસી મંત્રીએ લીધા શપથ
રૂપાણી સરકારમાં 3 ક્ષત્રિય મંત્રીએ લીધા શપથ
રૂપાણી સરકારમાં 2 આદિવાસી મંત્રીએ લીધા શપથ
રૂપાણી સરકારમાં 1 દલિત મંત્રીએ લીધા શપથ
