Not Set/ ગુજરાતમાં પણ છે “દંગલ ગર્લ્સ”, જીતી ચૂકી છે રાષ્ટ્રીય મેડલ, નજર છે આંતરરાષ્ટ્રીય મેડલ પર, જાણે કોણ અને ક્યાં છે આ દિકરીઓ

એક ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાની પુત્રીઓને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી દીધી, તો હવે તેની પુત્રીઓ હિંમતનગરમાં જાણે કે, દીકરીઓ માટે રોલ મોડલ સ્વરુપ બની રહી છે. કારણ કે પાંચ પુત્રીઓનાં પરીવારમાં ત્રણ પુત્રીઓએ પિતાનુ નામ તો રોશન કર્યુ જ છે, સાથે સાથે સરકારે પણ હવે તેને માસીક પાંચ હજાર રુપીયા સહાય […]

Top Stories Sports

એક ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાની પુત્રીઓને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી દીધી, તો હવે તેની પુત્રીઓ હિંમતનગરમાં જાણે કે, દીકરીઓ માટે રોલ મોડલ સ્વરુપ બની રહી છે. કારણ કે પાંચ પુત્રીઓનાં પરીવારમાં ત્રણ પુત્રીઓએ પિતાનુ નામ તો રોશન કર્યુ જ છે, સાથે સાથે સરકારે પણ હવે તેને માસીક પાંચ હજાર રુપીયા સહાય આપવાની શરુ કરી છે.

ગરીબ બાપની આ ખમીરવંતી દીકરીઓ ફિલ્મ “દંગલ”ની ગીતા અને બબીતા જેવો જ જોમ અને જુસ્સો ધરાવે છે. પિતામાં પણ જુસ્સો જાણે ઠાંસીને ભરેલો છે કે, દીકરીઓને ખરા અર્થમાં શક્તિશાળી બનાવી દઉ.

વાત છે, સાબરકાંઠાના હિંમતનગરની. હિંમતનગર નજીક આવેલા હાપા ગામની આ દીકરીઓએ રમત ગમતમાં અને તે પણ કરાટેમાં પોતાનુ કૌૈવત દેખાડી બતાવ્યુ છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી ને સીલ્વર મેડલ પણ મેળવી ચુકી છે. હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરીવારમાં સૌથી પહેલા કરાટેની તાલીમ લેવા માટે પહેલ કરી દેખાડી અને પરીવારે તે માટે તેના ચહેરા પર રહેલા જુસ્સા કરતા બમણાં જોમ અને જુસ્સા થી તેને છ વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવી શરુ કરી,

આ જોઇને તેમની બીજી દીકરી માયા એ પણ તોરલ ની જેમ કરાટે ને અજમાવવાની શરુઆત કરી અને બાદમાં બીજલ પણ પોતાની બંને મોટી બહેનોની માફક કરાટેમાં જોડાઇ છે. આમ ત્રણેય પુત્રીઓએ કરાટેમાં તાલીમ મેળવીને સ્થાનિક કક્ષાએ થી સફળતા મેળવ્યા બાદ હરણફાળ ભરી બતાવી. ત્રણેય બહેનોનો ધ્યેય છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત દેખાડે અને એ માટે તેઓ સતત પરીશ્રમ કરી રહી છે

સૌથી મોટી તોરલ હાલમાં તેર વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. તો બીજી પુત્રી માયા હાલમાં અગીયાર વર્ષની છે. અને તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે. સૌથી નાની સાત વર્ષની બીજલે પણ બંને બહેનોના પગલે હાલ ઓરેન્જ બેલ્ટ હાંસલ કરી ચુકી છે. અને પણ બ્લેક બેલ્ટ મેળવવાની ધગશ ધરાવે છે.

ગજેન્દ્રસિંહ મકવાણાં આમ તો ચા ની નાનકડી દુકાન ધરાવે છે. ચાની દુકાન થી સાંજ પડ્યે થતી માંડ માંડ ત્રણ આંકડાની  આવકમાંથી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગુજરાન ચલાવવાની સાથે કરાટેની તાલીમ દીકરીઓને આપવી અને તે માટે કરવો પડતો ખર્ચ, એ તેમના માટે જાણે કે આભને સાંધવા જેવો હતો. છતાં પણ તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના સપના પુરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા.

પિતાએ સિંચેલા સપના જાણે કે હવે સફળતાને આંબી ચુક્યા છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કુલ ગેમ્સ માં સફળતા મેળવી ચુકી છે. તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખિતાબ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે. ગજેન્દ્રસિંહના મન તેમની પાંચેય દીકરીઓ દીકરા જ છે અને એટલા જ મનોબળ થી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનુ પણ જાણે કે સાબિત કરી બતાવ્યુ છે. પિતા હોવા છતાં પણ હવે તેઓ દીકરીઓની સફળતાના નામ થી જ ઓળખાવા લાગ્યા છે.

કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે પાંચ હજાર રુપીયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થીક રીતે રાહત થઇ છે. આમ તો સરકાર પણ સ્ત્રીઓને સશક્ત કરવા સ્ત્રી સશક્તિકરણના પ્રયાસો કરે છે. પણ જો મન જ મજબુત હોય તો માસુમ દીકરીઓ પણ પોતાની જાતને દિકરા કરતા પણ વધુ મજબુત બની શકે છે એ વાતને પણ જાણે કે તોરલ, માયા અને બીજલના જોમ, જુસ્સા અને મહેનતે પુરવાર કરી બતાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.