Not Set/ video: નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ, વેપારીઓમાં ફેલાયો ફફડાટ..!

પાટણ, પાટણ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા કનસડા દરવાજાથી લઈ શહેરના મુખ્ય માર્ગો પર રહેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ. દબાણ હટાવવાની કામગીરીમાં ટ્રેક્ટરો સાથે પાલિકાનો સ્ટાફ જોતરાયો..આ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા. દબાણમાં વેપારીઓના દુકાનોના છજ્જા, ઓટલા તેમજ લારી ગલ્લાઓ સહિતના દબાણો હટાવાયા […]

Top Stories Gujarat Videos

પાટણ,

પાટણ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા કનસડા દરવાજાથી લઈ શહેરના મુખ્ય માર્ગો પર રહેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ.

દબાણ હટાવવાની કામગીરીમાં ટ્રેક્ટરો સાથે પાલિકાનો સ્ટાફ જોતરાયો..આ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા.

દબાણમાં વેપારીઓના દુકાનોના છજ્જા, ઓટલા તેમજ લારી ગલ્લાઓ સહિતના દબાણો હટાવાયા હતા. બહાર મુકેલો માલસામાન, પાટીયા જેવા દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી. દબાણની કાર્યવાહીમાં પાલિકા દ્વારા કોઇની શેહ-શરમ વગર દૂર કરાયા. પાટણ પાલિકાની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.