National News/ અર્નબ બાદ વધુ એક વાવાઝોડાનું જોખમ, 3 નવેમ્બરે લેન્ડફોલની શક્યતા

સંભવિત વાવાઝોડાને ‘મુરાસુ’ (Cyclone Murasu)નામ આપવામાં આવશે. આ નામ ભારતે સૂચવ્યું છે

Top Stories India
ર્નબ વાવાઝોડાની અસર હજુ ઓછી થઈ નથી ત્યાં હવે Cyclone Murasu (Murasu) બનવાની શક્યતા છે

National News : બંગાળની ખાડીમાં વધુ એક શક્તિશાળી વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે. અર્નબ વાવાઝોડાની અસર હજુ ઓછી થઈ નથી ત્યાં હવે Cyclone Murasu (Murasu) બનવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, બંગાળની ખાડી )Bay of Bengal)માં સક્રિય ડિપ્રેશન આગામી સમયમાં વધુ મજબૂત બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ 3 નવેમ્બરની સવારે આંધ્રપ્રદેશના દક્ષિણ કાંઠે ત્રાટકી શકે છે. જોકે, ગુજરાત તરફ તેની દિશા બદલાવાની કોઈ સત્તાવાર આગાહી હાલ કરવામાં આવી નથી.

Cyclone Murasu: બંગાળની ખાડીમાં વાવાઝોડું મજબૂત બનશે

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન પ્રમાણે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી (Bay of Bengal)માં આંદામાન-નિકોબાર ટાપુઓ નજીક સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આગામી સમયમાં ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. 2 નવેમ્બર સુધીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

3 નવેમ્બરે આંધ્રપ્રદેશના કાંઠે લેન્ડફોલની શક્યતા

IMDના અનુમાન મુજબ, આ વાવાઝોડું 3 નવેમ્બરની સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસાપુર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝટકાની સાથે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

ભારતે સૂચવ્યું છે ‘મુરાસુ’ નામ

સંભવિત વાવાઝોડાને ‘મુરાસુ’ (Cyclone Murasu)નામ આપવામાં આવશે. આ નામ ભારતે સૂચવ્યું છે. તમિલ ભાષામાં મુરાસુનો અર્થ નગારું અથવા ઢોલ થાય છે. વાવાઝોડાને નામ આપવાનો હેતુ તેની ઓળખ સરળ બનાવવાનો અને હવામાન વિભાગની ચેતવણીઓ લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચાડવાનો છે. જોકે, સિસ્ટમ સત્તાવાર રીતે ચક્રવાતી વાવાઝોડું બન્યા બાદ જ આ નામનો ઉપયોગ થશે.

ગુજરાત પર શું થશે અસર?

આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી હાલ ગુજરાત માટે કોઈ સીધી અસરની સત્તાવાર આગાહી નથી. ગુજરાત તરફ તેની દિશા ફંટાવાની વાતને પણ IMDએ (IMD Cyclone Alert)સમર્થન આપ્યું નથી. વાવાઝોડું કાંઠે ટકરાયા બાદ તેની આગળની ગતિવિધિ પર હવામાન વિભાગ નજર રાખશે. બીજી તરફ, આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો: રાજસ્થાનમાં અર્નબ વાવાઝોડાની અસરથી વરસાદ, પારો 3 ડિગ્રી ઘટતા ઠંડી વધી

આ પણ વાંચો: અર્નબ બાદ નવા વાવાઝોડાના સંકેત, બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય?