Not Set/ UPSCની વેબસાઈટ થઇ હેક, હોમપેજ પર દેખાયું ડોરેમોન કાર્ટૂન

નવી દિલ્લી સોમવારે મોડી  રાત્રે યુપીએસસી એટલે કે ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની વેબસાઈટને હેકર્સે હેક કરી લીધી છે. http://www.upsc.gov.in  વેબસાઈટને જયારે ખોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેના હોમપેજ પર દોરેમોન કાર્ટુન દેખાતું હતું. એટલું જ નહી પરંતુ નીચે લખવામાં આવ્યું હતું  ‘ ડોરેમોન ! ફોન ઉઠાવ ‘ . અને નીચેના ભાગમાં ‘ I M […]

Top Stories India Trending

નવી દિલ્લી

સોમવારે મોડી  રાત્રે યુપીએસસી એટલે કે ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની વેબસાઈટને હેકર્સે હેક કરી લીધી છે.

http://www.upsc.gov.in  વેબસાઈટને જયારે ખોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેના હોમપેજ પર દોરેમોન કાર્ટુન દેખાતું હતું. એટલું જ નહી પરંતુ નીચે લખવામાં આવ્યું હતું  ‘ ડોરેમોન ! ફોન ઉઠાવ ‘ . અને નીચેના ભાગમાં ‘ I M STEWPEED ‘ એવું લખેલું હતું. ખોલતાની સાથે હોમપેજના પાછળના બેકગ્રાઉન્ડમાં ડોરેમોનનું  ટાઈટલ સોંગ પણ વાગી રહ્યું હતું.

તમને જણાવી દઈએ કે યુપીએસસીની વેબસાઈટને ત્યારે જ હેક કરવામાં આવી છે જ્યારે યુપીએસસી રિક્રૂટમેન્ટ 2018 માટે એપ્લિકેશનની પ્રોસેસ વેબ મારફતે ઓનલાઈને શરૂ કરવામાં આવી છે.


હાલ આ વેબસાઈટ ખોલતા તેની ઉપર ‘ THIS WEBSITE IS UNDER MAINTENANCE ‘ લખેલું આવે છે.

https://twitter.com/m_AnujOfficial/status/1039224102706245635

વેબસાઈટ હેક થતા  જ અમુક યુઝર્સે આ અંગેનો સ્ક્રિનશોટ લઈને સોશિયલ મીડિયા ટ્વિટર અને ફેસબુક પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. અમુક લોકોએ તો આવા સ્ક્રિનશોટને પોસ્ટ કરતાની સાથે સાથે વડાપ્રધાન, ડિજિટલ ઇન્ડિયા અને આઈટી મંત્રાલયના હેન્ડલ્સને પણ ટેગ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે કોઈ સરકારી વેબસાઈટ હેક થઇ હોય એ કઈ પહેલી વાર નથી બન્યું આની પહેલા પણ એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટની વેબસાઈટને બ્રાઝિલની ટીમ દ્વારા હેક કરવામાં આવી હતી .