Karnataka Elections 2023/ બોની કપૂરની કારમાંથી મળ્યા લાખો રૂપિયાના ચાંદીના વાસણો, જાણો શું છે કનેક્શન

બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂર મોટી મુશ્કેલીમાં ફસાયેલા દેખાઈ રહ્યા છે. કર્ણાટક ચૂંટણી પંચના અધિકારીઓએ તપાસ દરમિયાન જે કારમાંથી 39 લાખ રૂપિયાના ચાંદીના વાસણો જપ્ત કર્યા હતા તે બોની કપૂરના નામે રજીસ્ટર છે.

Trending Entertainment
ચાંદીના વાસણો

બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂર મોટી મુશ્કેલીમાં ફસાયેલા દેખાઈ રહ્યા છે. કર્ણાટક ચૂંટણી પંચના અધિકારીઓએ તપાસ દરમિયાન જે કારમાંથી 39 લાખ રૂપિયાના ચાંદીના વાસણો જપ્ત કર્યા હતા તે બોની કપૂરના નામે રજીસ્ટર છે. તપાસ દરમિયાન જ્યારે કારના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી તો તેણે કબૂલાત કરી કે આ વાસણો કપૂર પરિવારના જ છે. પરંતુ આ વાસણો ચેન્નાઈથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યા હતા.

ચાંદીના વાસણો કર્યા જપ્ત

અધિકારીઓએ કથિત રીતે ચાંદીના બાઉલ, ચમચી, પાણીના ગાલ્સ અને પ્લેટો જપ્ત કરી હતી. જેની અંદાજિત કિંમત 39 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ડ્રાઈવર હરિસિંહની પૂછપરછ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે જપ્ત કરાયેલ BMW કાર બોની કપૂરની કંપની બેવ્યુ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડમાં નોંધાયેલી છે. જ્યારથી આ વાસણોના દસ્તાવેજો ડ્રાઈવર પાસેથી પૂછવામાં આવ્યા ત્યારથી તે કોઈ જવાબ આપી શક્યો ન હતો. જે બાદ અધિકારીઓએ ડ્રાઈવર હરિસિંહ વિરુદ્ધ દાવણગેરે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

બોની કપૂરને મોકલવામાં આવશે સમન્સ

જણાવી દઈએ કે તપાસ દરમિયાન મળી આવેલા ચાંદીના વાસણો ચૂંટણી અધિકારીઓએ જપ્ત કરી લીધા છે. તેમની બજાર કિંમત લગભગ 39 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે ચાંદીના વાસણો બોની કપૂરના પરિવારના છે કે કેમ. જો કે બોની કપૂરની અત્યાર સુધી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેમને સમન્સ મોકલવામાં આવી શકે છે.

આ પણ વાંચો:સલમાન અને આમિર વચ્ચે મતભેદ, ફિલ્મ ‘ચેમ્પિયન્સ’માં સાથે કામ કરવું બન્યું મુશ્કેલ

આ પણ વાંચો:સ્ટાઇલ કોઈ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ગુલામ નથીઃ કંગનાનો 36ના જન્મદિવસે સંદેશ

આ પણ વાંચો:આતિફ અસ્લમ બન્યો પિતા, નાની પરીનું નામ જણાવતા શેર કર્યો ફોટો

આ પણ વાંચો:ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ