gujrat election 2022/ ગૃહમંત્રી અમિતશાહનીચૂંટણી સબંધિત મહત્વની બેઠક, કરી શકે છે બાકી ઉમેદવારોની યાદી જાહેર

આજની બેઠક બાદ બાકી રહેલી 16 બેઠકો પર પણ  નામની જાહેરાત થઇ જશે મોડી રાત્રે અધિકારીકયાદી પણ જાહેર થઇ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 2 6 ગૃહમંત્રી અમિતશાહનીચૂંટણી સબંધિત મહત્વની બેઠક, કરી શકે છે બાકી ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ શરૂ થતા ત્યારથી એક પછી એક બીજેપીના નેતાઓ ગુજરાત મુલાકાતે છે. પીએમથી લઇ ગૃહમંત્રી સુધી તમામ ગુજરાતની પ્રજાને રીઝવવામાં લાગી ગયા છે. ત્યારે  દેશના ગૃહમંત્રી અને ગુજરાતના ચાણક્ય અમિત શાહ આજે ફરી ગુજરાતના પ્રવાસે છે. મોડી સાંજથી જ તેઓ પોતાની બાકી ઉમેદવારોના મુદ્દે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપરાંત અનેક ઉચ્ચપદસ્થ નેતાઓ પણ હાજર છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના અનેક હોદ્દેદારો વચ્ચે બેઠક ચાલી રહી છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે 166 ઉમેદવારો જાહેર થઇ ચુક્યાં છે. હવે આજની બેઠક બાદ બાકી રહેલી 16 બેઠકો પર પણ  નામની જાહેરાત થઇ જશે. મોડી રાત્રે અધિકારીકયાદી પણ જાહેર થઇ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી ભાજપ આજના દિવસમાં જ પોતાનું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. કારણ કે કાલે પ્રથમ તબક્કાની ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે દરેકે દરેક પાર્ટીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે.

નોંધનીય છે કે આ બાકી રહેલી બેઠકોમાં અમિત શાહના પોતાના લોકસભા વિસ્તારનો પણ સમાવેશ થતો હોવાથી અમિત શાહ પોતે તેમાં ખુબ જ બારીકાઇથી નજર રાખી રહ્યા છે. પોતાના લોકસભા વિસ્તારમાં એક પણ ઉમેદવાર પરાજિત થાય તે અમિત શાહને પોસાય તેમ નથી.