Not Set/ રાજકોટ/ ગુસ્સામાં પિતાએ કહ્યું, ‘તું મારૂં લોહી નથી’, આ સાંભળતા જ દીકરીએ છોડી દીધું ઘર, પછી થયું આવું…

રાજકોટમાં 15 વર્ષની દીકરી એટલા માટે ઘર છોડીને હતી રહી કારણે તેના પિતાએ તેને કહ્યું તું અમારું લોહી નથી. આ સાંભળીને દીકરીથી સહન થયું નહિ અને તે ઘર છોડીને જતી રહી. મળતી માહિતી અનુસાર જયારે દીકરી 4 વર્ષની હતી ત્યારે તેને તેના જ પરિવારમાંથી દત્તક લીધી હતી લીધી હતી. વર્ષો સુધી વધુ બરાબર રહ્યું પરંતુ […]

Gujarat Rajkot
mahiaapa 2 રાજકોટ/ ગુસ્સામાં પિતાએ કહ્યું, 'તું મારૂં લોહી નથી', આ સાંભળતા જ દીકરીએ છોડી દીધું ઘર, પછી થયું આવું...

રાજકોટમાં 15 વર્ષની દીકરી એટલા માટે ઘર છોડીને હતી રહી કારણે તેના પિતાએ તેને કહ્યું તું અમારું લોહી નથી. આ સાંભળીને દીકરીથી સહન થયું નહિ અને તે ઘર છોડીને જતી રહી. મળતી માહિતી અનુસાર જયારે દીકરી 4 વર્ષની હતી ત્યારે તેને તેના જ પરિવારમાંથી દત્તક લીધી હતી લીધી હતી.

વર્ષો સુધી વધુ બરાબર રહ્યું પરંતુ થોડા દિવસ પહેલા ગુસ્સામાં આવીને પિતાએ દત્તક લીધેલી પુત્રીને કહ્યું કે તું અમારૂં લોહી નથી તને દત્તક લીધી છે એટલે જ તું આવું વર્તન કરે છે. આ સાંભળતા 15 વર્ષની દીકરી સહન કરી શકી નહિ અને તે ઘર છોડીને ભાગી ગઇ હતી. ત્યાર પછી માતા પિતાએ દીકરીની શોધખોળ કરી પણ તે મળી નહિ બાદમાં માતા-પિતાએ શોધવા માટે પોલીસની મદદ લીધી હતી.

આ ઘટના અંગે વિગતે વાત કરવામાં આવે તો 15 વર્ષની દીકરી જયારે ઘરે હતી ત્યારે એક છોકરાનો ફોન આવ્યો હતો. તેને ફોન પર વાત કરી અને ફોન મુકતા જ તેના માતા પિતાને તેની પર શંકા ગઇ હતી કે તેનું આ છોકરા સાથે કોઇ અફેર છે. શંકાના આધારે માતા-પિતા દીકરી પર ગુસ્સે થઇ ગયા.

જો કે આ વાતને લઈને દીકરીએ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, તમે જે વિચારો છો તેવું કંઇ જ નથી. તો પણ તેઓ ગુસ્સામાં જ રહ્યાં અને પિતાનાં મોંમાંથી નીકળી ગયું કે, ‘મારૂં લોહી હોય તો આવું ન કરે તું દત્તક લીધેલી છે એટલે જ આવી છું.’આ સાંભળતા જ દીકરી રડવા લાગી હતી. બીજા દિવસે તે શાળાએ પણ ન ગઇ. આ દરમિયાન માતા-પિતા કામ માટે બહાર ગયા ત્યારે તે ઘર છોડીને જતી રહી હતી.

ઉલ્લેખનીય છે કે તે ઘર છોડીને શહેરની રૈયા ચોકડી પાસે જતી રહી હતી. જ્યાં તે લોકો પાસેથીઓ મદદ માંગી રહી હતી અને પૂછી રહી હતી કે આસપાસ કોઇ સંસ્થા કે રૂમ હોય તો ત્યાં રહેવું છે. જો કે તેના વર્તન પર એક વ્યક્તિને શંકા જતા 181 હેલ્પલાઇનને જાણ કરી હતી. જેથી ત્યાંના કાઉન્સેલર છોકરીને મળ્યાં હતાં. તેણે છોકરીને આખી વાત પૂછતાં તેણે આપવીતી જણાવી હતી. અને ત્યાંથી તેને સમજાવી તેના ઘરે મોકવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.