Sanand/ સાણંદના મેલાસણ ગામમાં કેનાલમાં મળી આવ્યો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું

અજગરના શરીર પર માછલી પકડવાની જાળ લપટેલી હતી તે નીકાળવામાં આવી હતી અને જાળ ના કારણે ઇજાઓ પહોંચી હતી તેથી અજગરને પ્રાથમિક સારવાર આપી અજગર ને

Gujarat Others
A giant python found in a canal in Sanand's Melasan village was rescued

સાણંદ નળસરોવર મેલાસણ ગામમાં પાણીની કેનાલમાં મહાકાય અજગર માછલા પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો ગામ લોકો તેને જોવા માટે ટોળું એકઠું થયું હતું અજગરને કોઈ મારી નાખે તે પહેલા ગામના રહેવાસી જીતેન્દ્ર રોહિતભાઈ ભાઈએ અજગર ને જાળમાંથી બચાવી લઈ એનિમલ લાઇફ કેર ના વિજય ડાભીને જાણ કરી હતી એનિમલ લાઈફ કેર ની ટીમ ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ ઓપરેશનહાથ ધરવામાં આવ્યું હતું.

અજગરના શરીર પર માછલી પકડવાની જાળ લપટેલી હતી તે નીકાળવામાં આવી હતી અને જાળ ના કારણે ઇજાઓ પહોંચી હતી તેથી અજગરને પ્રાથમિક સારવાર આપી અજગર ને વધુ સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વિજય ડાભી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અજગર શિકારની શોધમાં કેનાલમાં ગયો હોય માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયો હોવાથી તેનું નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું વધુ સમય જાળમાં ફસાઈ રહેવાથી અજગરનું મૃત્યુ પણ થઈ શકે છે અને ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે ખાસ કરીને મેલાસણા ગામમાંથી કરવામાં આવ્યો હતો તેને વધુ વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:અમદાવાદ/સાસરીમાંથી ઘરે બોલાવી સગી બહેન સાથે મોટો ભાઈ બે દાયકા સુધી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત/ગરબાના સમયને લઈને વકીલે DGPને નોટિસ ફટકારી

આ પણ વાંચો:મોટા સમાચાર/ગુજરાત ATSને મળી ખૂબ જ મોટી સફળતા, આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો

આ પણ વાંચો:ભાવનગર/રખડતા ઢોરે વધુ એક યુવાનનો જીવ લીધો, 40 દિવસની લાંબી સારવાર બાદ મોત