Not Set/ રામ મંદિર નિધિ સમર્પણ યાત્રા દ્વારામિયન થયેલી જૂથ હિંસાને લઇ હિંદુ સંગઠનમાં રોષ

રામ મંદિર નિધિ સમર્પણ યાત્રા દ્વારામિયન થયેલી જૂથ હિંસાણે લઇ હિંદુ સંગઠનમાં રોષ

Gujarat Others
corona ૧૧૧૧ 47 રામ મંદિર નિધિ સમર્પણ યાત્રા દ્વારામિયન થયેલી જૂથ હિંસાને લઇ હિંદુ સંગઠનમાં રોષ

@કૌશિક છાયા, કચ્છ

કચ્છનાં ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ગઈકાલે સાંજે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, જેમાં વાહનોમાં આગ પણ ચાંપી દેવાઈ હતી બનાવમાં એક વ્યાકતીનું મર્ડર પણ થયું છે. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડતા હિન્દૂ સંગઠનો દ્વારા આદિપુરમાં તાકીદની બેઠક બોલાવાઈ હતી.

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું રૂ.700 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે ત્યારે દરેક હિંદુઓ આ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે ક્ચ્છ સહિત જુદા જુદા વિસ્તારમાં રામ મંદિર નિર્માણ માટે સમર્પણ રાશિ એકત્ર કરવા રથયાત્રા યોજવામાં આવે છે. રામ મંદિર નિર્માણ માટે કચ્છનાં દિલેર દાતાઓએ કરોડો રૂપિયાનું દાન પણ આપ્યું છે જેમાં બેમત નથી. દરમિયાન રવિવારે જિલ્લામાં બે સ્થળોએ જૂથ અથડામણ થતા ચિંતા પ્રસરી હતી.

મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે રામ મંદિરને લઈને હિન્દૂ યુવાઓ તરફથી રથયાત્રા નીકળી હતી. જેમાં જૂથ અથડામણ થયા બાદ પોલીસ દ્વારા ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. દરમિયાન પૂર્વ કચ્છનાં ગાંધીધામ તાલુકાના કીડાણામાં રામ મંદીર સમર્પણ નિધિ માટેની રથયાત્રા પસાર થઇ ત્યારે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. એક તબક્કે મામલો સંગીન બની જતા વાહનોમાં આગ ચાંપી દેવાઈ હતી,પથ્થરમારો કરાયો હતો. ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.

હિન્દુ સંગઠન દ્વારા આજે આદિપુરના પંચમુખી હનુમાન મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાઓ અને આગેવાનો જોડાયા હતા. આઈજી અને પોલીસવડાને આ ઘટનામાં કડક કાર્યવાહી કરવા માટે રજુઆત કરાઇ છે રથયાત્રા ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય આગેવાનો અને પોલીસની મીટીંગમાં લેવાયો છે.

કીડાણામાં રથયાત્રા પર થયેલા હુમલા બાબતે ક્ચ્છ સંત સમાજના પ્રમુખ દેવનાથ ગિરી બાપુએ જણાવ્યું કે,આ પૂર્વ આયોજિત ષડયંત્ર છે રથયાત્રા ગામમાંથી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ તે દરમિયાન 1 હજારથી વધુ વિધર્મીઓના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ સહિત કાર સેવકો પણ ઘવાયા છે ભગવાન રામની પ્રતિમાને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

કીડાણા ગામમાંથી રામ મંદિર માટેની રથયાત્રા પસાર થઈ ત્યારે વિધર્મીઓએ હુમલો કરતા મામલો સંગીન બન્યો હતો. મોટાપાયે નુક્શાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગઈકાલે ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આઇજી અને એસપી સહિતના અધિકારીઓ આ બનાવની જાત તપાસ સંભાળી રહ્યા છે. બનાવ બાબતે પૂર્વ ક્ચ્છ પોલીસવડા મયુર પાટીલે માહિતી આપતા જણાવ્યું કે,આ કેસમાં અત્યારસુધી 40 જેટલા શખ્સોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે.

ઘટનાસ્થળથી 200 મીટર દૂર એક મજૂરનું મર્ડર થયું છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ખૂનનો ગુનો પણ દાખલ થયો છે. ગઈકાલના બનાવમાં કેટલાક પોલીસકર્મીઓને પણ સામાન્ય ઇજાઓ થઈ છે હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. રથયાત્રા પણ તેના રૂટ પ્રમાણે ચાલુ રહેશે સમગ્ર બનાવમાં આગળની કાર્યવાહી ચાલુમાં હોવાનું પોલીસવડાએ નિવેદન આપ્યું હતું.

નોંધનીય છે કે,પોલીસે ગઈકાલે ટોળાને વિખેરવા 40 ટીયર ગેસના સેલ છોડ્યા હતા,ટોળાએ 15 જેટલા વાહનો અને મકાનમાં આગ ચાંપી હતી,પોલીસની પાંચ સરકારી જીપને પણ નુકશાન થયું હતું,બનાવમાં પીએસઆઇ સહિત પાંચેક પોલીસકર્મીઓ ઘવાયા હતા આ હુલ્લડ સર્જાયું ત્યારે અહીંથી રિક્ષામાં પસાર થતા ઝારખંડના નિર્દોષ યુવાનને છરીના ઘા વાગી જતા મોત આંબી ગયું હતું,બે કોમો વચ્ચેના રમખાણમાં નિર્દોષ મજૂરનું મોત નીપજ્યું હતું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં બનાવ સંદર્ભે જુદી જુદી ત્રણ ફરિયાદો દાખલ કરાઈ છે.

 

Business / વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે પણ 2020 માં ચીનની અર્થવ્…

Covid-19 / એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાન…

Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…

airport / એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલ…

Gandhinagar / આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય :રાજ્યપ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…