Politics/ સંબિત પાત્રાનાં ટ્વિટને લઇને ટ્વિટરે કરી કાર્યવાહી, ટ્વિટને ‘Manipulated Media’ ગણાવ્યું

કોંગ્રેસ પાર્ટી કોરોના રોગચાળાને લઈને મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. જેનો વળતો પ્રહાર કરતા બે દિવસ પહેલા ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ ટૂલકીટનો ઉલ્લેખ કરીને એક ટ્વીટ કર્યું હતું.

Top Stories India
a 11 સંબિત પાત્રાનાં ટ્વિટને લઇને ટ્વિટરે કરી કાર્યવાહી, ટ્વિટને 'Manipulated Media' ગણાવ્યું

કોંગ્રેસ પાર્ટી કોરોના રોગચાળાને લઈને મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. જેનો વળતો પ્રહાર કરતા બે દિવસ પહેલા ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ ટૂલકીટનો ઉલ્લેખ કરીને એક ટ્વીટ કર્યું હતું. ભાજપનો આક્ષેપ છે કે, કોંગ્રેસ આ ટૂલકિટ દ્વારા અફવાઓ ફેલાવીને સરકારને બદનામ કરી રહી છે. જોકે, ટ્વિટરે આ ટ્વિટ પર એક મોટી કાર્યવાહી કરી છે. ઉપરાંત, તેને ‘Manipulated Media’ તરીકે વર્ણવવામાં આવેલ છે, એટલે કે, આ ટ્વીટને ટ્વિસ્ટ કરીને રજી કરવામાં આવેલ છે.

તણાવનો માહોલ / ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા

કોંગ્રેસ પર કથિત ટૂલકિટનાં આરોપો વચ્ચે ટ્વિટર દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા સંબિત પાત્રાને મોટો ઝટકો લાગ્યો છે. ટ્વિટરે સંબિત પાત્રાનાં ટ્વીટને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવ્યું છે. આ રીતે, કોંગ્રેસ પર અફવા અને મૂંઝવણ ફેલાવવાનો દાવો સોશિયલ મીડિયા સાઇટ દ્વારા તથ્યપૂર્ણ રીતે સાચો હોવાનું જણાયું નથી. મહત્વનું છે કે, 18 મેનાં રોજ ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે એક ટૂલકિટને ટાંકીને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પાર્ટી ટૂલકિટ દ્વારા કોરોનાનાં કહેરની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી બગાડવાનું કામ કરી રહી છે.

ભાવ વધારો / બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

આપને જણાવી દઇએ કે, 18 મેનાં રોજ સંબિત પાત્રાએ ટ્વિટર પર એક દસ્તાવેજ શેર કર્યો હતો, જેમાં કોંગ્રેસનો લોગો હતો. તેમણે લખ્યું છે કે મિત્રો રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કોંગ્રેસનું ટૂલકિટ જુઓ. સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પીઆર એક્સરસાઇઝ કરી રહી છે, જેના દ્વારા કેટલાક બૌદ્ધિક લોકોની મદદથી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ટ્વિટમાં એક કાગળ શેર કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસનું લેટરહેડ હતું અને ટ્વીટ અને માહિતી સોશિયલ મીડિયા પર કેવી રીતે ટ્વીટ અને જાણકકારી શેર કરવી છે, તેના વિશે જણાવવામાં આવ્યુ હતુ. આ સમયે તેને લઇને રાજકારણ શરૂ થઇ ગયુ છે. સંબિત પાત્ર સહિત ભાજપનાં ઘણા નેતાઓ સામે એફઆઈઆર કરવામાં આવી છે. હવે ટ્વિટરની આ કાર્યવાહી ભાજપ ઉપર કોંગ્રેસનાં આક્રમણને વધુ તીવ્ર બનાવશે. આ પહેલા એનએસયુઆઈએ આ કેસમાં દિલ્હીમાં એફઆઈઆર નોંધાવી હતી. આ સિવાય બીજા ઘણા શહેરોમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

kalmukho str 17 સંબિત પાત્રાનાં ટ્વિટને લઇને ટ્વિટરે કરી કાર્યવાહી, ટ્વિટને 'Manipulated Media' ગણાવ્યું