Not Set/ કોરોના કાળમાં મોંઘવારીએ મૂકી માઝા, પેટ્રોલ – ડીઝલ સહિતના ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ધરખમ વધારો

મહામારીમાં લોકડાઉન બાદ દરેક વેપાર ધંધામાં મદી આવી ગઈ છે. જેને લઈને કેટલાક વેપારીઓને  ધંધા રોજગાર બંધ કરવાનો વારો આવ્યો.

India
A 257 કોરોના કાળમાં મોંઘવારીએ મૂકી માઝા, પેટ્રોલ - ડીઝલ સહિતના ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ધરખમ વધારો

કોરાના વાયરસ ત્યાર બાદ મુક્રોમાઈકોસિસ અને રહિ ગયુ તો વાવાઝોડુ જાણે કુદરત માનવી ઉપર રુઠી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે હવે મોઘવારી. સતત વધતી મોઘવારીથી લોકોની કમર ભાગી ગઈ છે. મહામારીમાં લોકડાઉન બાદ દરેક વેપાર ધંધામાં મદી આવી ગઈ છે. જેને લઈને કેટલાક વેપારીઓને  ધંધા રોજગાર બંધ કરવાનો વારો આવ્યો.કેટલાક લોકો મહામારીમાં બેરોજગાર થઈ ગયા છે.

મહામારીથી માણ માણ માનવી જાણે ઉભુ થવાની કોશિશ કરતું તું ત્યા જ જાણે કુદરત કોપાઈ માન બની, તાઉતે વાવાઝોડાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા.કરોડો રૂપિયાનું નુકશાન થઈ ગયુ. માનવીની જાણે કમર તૂટી ગઈ હોય તેમ ઉભો થઈ શકે તેમ રહ્યો જ નહી.ત્યારે હવે મોંધવારીએ માજા મુકી છે.

આ પણ વાંચો :બાર્જ P-305 ડૂબવા મામલે કરાઈ કાર્યવાહી, કેપ્ટન સહિત અનેક લોકો વિરુધ FIR

સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ તેલના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. સિંગ તેલ અને કપાસના તેલના ભાવમાં વધારો થઈ ગયો છે.ચૂંટણીઓ બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 12 દિવસમાં પ્રતિ લિટર 2.69 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 3.07 નો વધી છે. સતત વધતા ભાવ મુશ્કેલીઓ સર્જી રહ્યા છે.

આ પણ વાંચો :ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા

ખાદ્ય ચીજવસ્તુઓમાં થયેલા ધરખમ વધારાથી છુટક મોંઘવારીના દર આસમાને પહોંચ્યા છે. હાલમાં રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે, ત્યારે દરેક ક્ષેત્રમાં મંદીને લઈને હવે ફરી લોકો સામન્ય જીંદગી જીવા માટે તરસી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. તેમજ લોકો હવે સરકાર સામે રાહતની આશ લઈને બેઠા છે.

આ પણ વાંચો : પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ

majboor str 15 કોરોના કાળમાં મોંઘવારીએ મૂકી માઝા, પેટ્રોલ - ડીઝલ સહિતના ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ધરખમ વધારો