Valsad News : સેલવાસમાં તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે, જેમાં એક પિતા સેલવાસ પોલીસ સ્ટેશન નજીક પોતાના બાળકને કારમાં મૂકીને બહાર નીકળ્યા હતા. દરમિયાન કાર અચાનક લોક થઈ જતાં બાળક અંદર ફસાઈ ગયું હતું. બાળક કારની અંદર ફસાઈ જતાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
બનાવને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં તેમણે કારનું લોક ખોલ્યું હતું અને ફસાયેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. કારમાં નાના બાળકને એકલું મૂકીને જવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી સાબિત થાય છે. ગરમીના દિવસોમાં કે ઉનાળાની ઋતુમાં બંધ કારની અંદર બાળક માટે ગૂંગળામણ જેવી સ્થિતિ ઊભી થાયછે. જેને પગલે જીવ ગુમાવવાનો ખતરો પણ રહે છે.

