IPL 2021/ ડેબ્યૂ મેચમાં જ ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ, તોડ્યો સિરાજ અને બુમરાહનો રેકોર્ડ

ઉમરાન મલિકે, IPL ની પ્રથમ મેચ રમીને, 150 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. તે આવું કરનાર IPL માં પ્રથમ બોલર બન્યો હતો.

Sports
11 28 ડેબ્યૂ મેચમાં જ ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ, તોડ્યો સિરાજ અને બુમરાહનો રેકોર્ડ

IPL 2021 ની 49 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. કોલકાતાએ પોતાની ચુસ્ત બોલિંગને કારણે આ મેચ જીતી, પરંતુ આ મેચમાં ઘણા રેકોર્ડ પણ જોવા મળ્યા હતા.

11 29 ડેબ્યૂ મેચમાં જ ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ, તોડ્યો સિરાજ અને બુમરાહનો રેકોર્ડ

આ પણ વાંચો – Cricket / ICC નો મોટો નિર્ણય, સ્ટેડિયમમાં 70 ટકા દર્શકોને મળશે પ્રવેશની મંજૂરી

હૈદરાબાદની ટીમમાં પ્રથમ વખત કાશ્મીરનાં 2 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. IPL માં હૈદરાબાદે પ્રથમ વખત આવું કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ આવુ કરનારી તે પ્રથમ ટીમ બની હતી. જો કે અહી અમે તમને ઉમરાન મલિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની કરિશ્માત્મક બોલિંગથી IPL નાં ચાહકોનું દિલ જ નથી જીત્યું, પણ તેમને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જણાવી દઇએ કે, ઉમરાન મલિકે, IPL ની પ્રથમ મેચ રમીને, 150 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. તે આવું કરનાર IPL માં પ્રથમ બોલર બન્યો હતો. આપને જણાવી દઈએ કે, તે આ IPL માં સૌથી ઝડપી ભારતીય બોલર બની ગયો છે. તેણે આ મામલે RCB ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ પાછળ છોડી દીધો છે. આ સિવાય, તે પ્રથમ મેચમાં જ 150 કિમી/કલાકથી વધુ ઝડપી બોલિંગ કરનાર પ્રથમ બોલર બન્યો છે.

11 30 ડેબ્યૂ મેચમાં જ ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ, તોડ્યો સિરાજ અને બુમરાહનો રેકોર્ડ

વિઝડમ ઈન્ડિયાએ ઉમરાનની પ્રથમ બે ઓવરની સ્પીડ ટ્વીટ કરીને લખી હતી. તેણે પોતાની પ્રથમ ઓવરનાં 6 બોલમાં અનુક્રમે 145, 142, 150, 147, 143, 142 ફેંક્યા હતા. તેના પછીની ઓવરમાં, તેણે પ્રથમ બોલ 141, 135.8, 144.6, 143.6, 133, 144.6, 141.6 ઝડપી ગતિએ ફેંક્યો. આપને જણાવી દઈએ કે, IPL 2021 માં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ એનરિકનાં નામે છે. જો કે ઉમરાનની આ ઝડપી બોલિંગ ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર કહી શકાય કારણ કે ભારત શમી, બુમરાહ પછી અત્યારે આવા ઝડપી બોલરો રાખવા જરૂર માંગે છે, જે સતત 144 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.

11 31 ડેબ્યૂ મેચમાં જ ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ, તોડ્યો સિરાજ અને બુમરાહનો રેકોર્ડ

આ પણ વાંચો – IPL 2021 / Playing Eleven માં સ્થાન ન મળતા વોર્નર દર્શક સ્ટેન્ડમાં ટીમને Support કરતો જોવા મળ્યો, Video

પોતાની પ્રથમ IPL મેચ રમી રહેલા જમ્મુ-કાશ્મીરનાં ઝડપી બોલર ઉમરાન મલિકનાં વખાણ કરતા વિલિયમ્સને કહ્યું કે, ઉમરાન મલિક એક પ્રતિભાશાળી ખેલાડી છે. તેને નેટ પ્રેક્ટિસ દરમિયાન સામનો કરવાનો ખાસ અનુભવ હતો. તેની બોલિંગમાં ઝડપ છે. તે એક યુવાન ખેલાડી છે અને ઝડપથી દોડે છે અને તેના બોલમાં ઝડપ પણ છે જે ખરેખર વિશિષ્ટ છે. તેને આજે મેદાન મારવાની તક મળી. તે છેલ્લા ઘણા સમયથી નેટ પર અમારી સાથે સંકળાયેલો છે. તેના માટે આ એક અદ્ભુત ક્ષણ છે. તે અદભૂત પ્રતિભાશાળી ખેલાડી છે.