ડ્રગ્સ કેસ/ NCB ની પૂછપરછ બાદ Aryan Khan નો એક જ દિવસમાં બદલાયો લુક, જુઓ ફોટો

NCB ની ટીમ આર્યન ખાનને પૂછપરછ માટે લઈ જઈ રહી હતી, ત્યારે તે લાલ અને કાળા ચેક શર્ટ અને સફેદ ટીમાં જોવા મળ્યો હતો. પરંતુ મેડિકલ ચેકઅપ કરાવ્યા…

Entertainment
ncb

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન એક દિવસ NCB ની કસ્ટડીમાં રહેશે. ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યનની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની અન્ય 2 સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આર્યન ખાનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે NCB ટીમ અને પોલીસ સ્ટાફ સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાનના આઉટફિટ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે ટૂંકા ગાળામાં જુદા જુદા લુકમાં દેખાયો છે.

આ પણ વાંચો :આર્યનની ધરપકડ બાદ સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરે, જુઓ વીડિયો

જો તમે જોયું હશે કે, જ્યારે NCB ની ટીમ આર્યન ખાનને પૂછપરછ માટે લઈ જઈ રહી હતી, ત્યારે તે લાલ અને કાળા ચેક શર્ટ અને સફેદ ટીમાં જોવા મળ્યો હતો. પરંતુ મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તે જેજે હોસ્પિટલમાં કાળા ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. તેનું ટી-શર્ટની જમણી બાજુએ ઓફ લખેલું હતું અને ફિંગર  કર્સર બનાવવામાં આવ્યો હતો જે સ્વીચ ઓફ તરફ ઈશારો કરી રહ્યો હતો. તે જ સમયે, તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ આ દરમિયાન રેડ અને બ્લેક કલરના ડેડપૂલ જેકેટમાં જોવા મળ્યો હતો.

NCB

આ પણ વાંચો :રેવ પાર્ટી શું છે ? ક્યાં ડ્રગનો ઉપયોગ થાય છે, આવો જાણીએ અત થી ઈતિ 

a 66 NCB ની પૂછપરછ બાદ Aryan Khan નો એક જ દિવસમાં બદલાયો લુક, જુઓ ફોટો

કોણ છે અરબાઝ મર્ચન્ટ

આર્યન ખાન ડ્રગ કેસમાં અરબાઝ મર્ચન્ટનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. અરબાઝ માત્ર આર્યનનો જ મિત્ર નથી પરંતુ ઘણા બોલિવૂડ સ્ટાર કિડ્સનો મિત્ર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 30.5k ફોલોઅર્સ છે. ઇરફાન ખાનનો છોકરો બાબુલ, પૂજા બેદીની પુત્રી આલ્યા ફર્નિચરવાલા અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પણ તેને આ પ્લેટફોર્મ પર ફોલો છે. આ ડ્રગ પાર્ટીમાં અરબાઝનો મોટો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આર્યનના વકીલે કરી હતી આ દલીલ

જણાવી દઈએ કે ડ્રગના સેવન મામલે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. NCB એ આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. NCB ને તેના ફોન પરથી ડ્રગ ચેટ પણ મળી છે. આર્યન ખાને માત્ર પાર્ટીમાં ડ્રગ્સ લેવાની બાબત જ સ્વીકારી નથી, તેણે એ પણ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સને શોખ તરીકે લે છે. બીજી તરફ, આર્યન ખાનના વકીલ સતીશ મનેશીંદેએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે આર્યન ખાન તેમના વતી ક્રૂઝ પાર્ટીમાં ગયો નથી. આર્યન પાસે પાર્ટીની ટિકિટ પણ નહોતી.

આ પણ વાંચો : ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ

આ પણ વાંચો : શાહરૂખ પુત્ર આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓને એક દિવસની કસ્ટડીમાં મોકલાયા