IPL 2024 ની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી જીતી મેળવી છે. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા તેણે સાત વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
પ્રથમ 10 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટે 75 રન હતો, પરંતુ અહીંથી ડીસીના બેટ્સમેનોએ વેગ પકડવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત અને મેકગર્કે પછીના 24 બોલમાં 61 રન બનાવ્યા અને 4 ઓવરના આ ગાળામાં બંનેએ મળીને 5 ગગનચુંબી છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ 15મી ઓવરમાં મેકગર્ક અને બીજી જ ઓવરમાં ઋષભ પંતના આઉટ થતાં મેચ અટકી ગયો હતો. પંત અને મેકગર્ક વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી. દિલ્હીને 3 ઓવરમાં માત્ર 10 રનની જરૂર હતી.
લખનૌ અને દિલ્હી વચ્ચેની આ મેચમાં યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. આ પહેલા લખનૌએ માત્ર 74 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી આયુષ બદોનીએ 35 બોલમાં 55 રન અને અરશદ ખાને પણ 16 બોલમાં 20 રન ફટકારીને લખનૌને 167 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. આ દરમિયાન અરશદ ખાને પણ બોલિંગમાં પોતાની લાઇન, લેન્થ અને સ્પીડથી પ્રભાવિત કર્યા હતા. બીજી તરફ, દિલ્હી તરફથી જેક ફ્રેઝર મેકગર્કે પોતાની ડેબ્યુ મેચમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.
આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…
આ પણ વાંચોઃ Vinesh Phogat, Wrestling/મને ઓલિમ્પિકમાં જવા દેવા નથી માંગતા, ડોપિંગ ષડયંત્રનો ડર – વિનેશ ફોગાટનો WFI પ્રમુખ પર ગંભીર આરોપ
આ પણ વાંચોઃ IPL 2024/વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મશ્કરી કરી, હાર્દિકને ગળે લગાડતો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃ Virat Kohli/મેચ દરમિયાન અમ્પાયર સાથે થયો વિરાટ કોહલીનો ઝઘડો, ડ્રેસિંગ રૂમમાંથી આવવું પડ્યું બહાર